Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ખેડૂત આંદોલન હાલમાં સ્થગિત

સંયુકત કિસાન મોરચાના નેતા ગુરૂનામસિંહ ચઢૂની જાહેરાત : સિંધુ બોર્ડર પર થશે બેઠક : કેસ વાપસી અંગેની સમયમર્યાદા જણાવા ખેડૂતોની કેન્દ્ર સરકારને અપીલ

નવી દિલ્હી તા. ૮ :નવા કૃષિ કાયદા વિરુદ્ઘ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુકત કિસાન મોરચાએ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ સાથે જ તેમણે કહ્યું છે કે આંદોલનનો અંત નથી આવ્યો. સંયુકત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી અને આ સાથે જ સરકાર સામે પોતાની માગણીઓ રજુ કરી. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ખેડૂતો ધરણા છોડીને પોતાના ઘરે પાછા ફરે.ઙ્ગ

સંયુકત કિસાન મોરચાના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે અમે આંદોલન સ્થગિત કરી રહ્યા છીએ, ખતમ નથી કરતા. જયારે સરકાર બધી વાતો માની લેશે ત્યારે ધરણા ખતમ કરીશું. આ સાથે જ ચઢૂનીએ સરકારને તમામ આંદોલનકારી ખેડૂતો વિરુદ્ઘ કેસ પાછા ખેંચવાની પણ માગણી કરી.ઙ્ગ

અત્રે જણાવવાનું સંયુકત કિસાન મોરચાની ૫ સભ્યોવાળી હાઈ પાવર કમિટીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે અને હાલ આ બેઠક દિલ્હીમાં ચાલુ છે. આ બેઠકમાં બલબીર રાજેવાલ, ગુરનામ ચઢૂની,યુદ્ઘવીર સિંહ, અશોક ધાવલે અને શિવકુમાર કક્કા સામેલ છે. સિંઘુ બોર્ડર પર સંયુકત કિસાન મોરચાની બેઠક થશે. ત્યારબાદ આંદોલનને પાછો ખેંચવાનો નિર્ણય લેવાઈ શકે છે.ઙ્ગ

ત્રણ કૃષિ કાયદા રદ કરવા અને એમએસપી પર કાયદો બનાવવા સહિત અન્ય મુદ્દાઓ પર સમિતિ બનાવવાની જાહેરાત બાદ કેન્દ્રએ પહેલીવાર મંગળવારે સંયુકત કિસાન મોરચા પાસે લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. જેમાં ખેડૂતોની તમામ માગણીઓ માનવાનો ઉલ્લેખ છે. પરંતુ મોરચના નેતાઓએ તે પ્રસ્તાવનું સ્વાગત કરતા ત્રણ મુખ્ય આપત્તિઓ સાથે સરકારને પાછો મોકલ્યો. ખેડૂતો તરફથી આશા વ્યકત કરાઈ છે કે સરકાર તેમની ચિંતાઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને બુધવાર સુધીમાં પોતાની પ્રતિક્રિયા આપે.ઙ્ગ

નવા કૃષિ કાયદા વિરૂદ્ઘ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. કાયદા રદ ઙ્ગકરતા પહેલા સરકારે કાયદામાં ફેરફારની જાહેરાત કરી હતી. તેને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ હતી. પરંતુ કોઈ સમાધાન નીકળી શકયું નહતું.

(3:47 pm IST)