Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

એમેઝોન પ્રાઇમનું સબસ્‍ક્રિપ્‍શન 13 ડિસેમ્‍બરથી 500 રૂપિયા મોંઘુ થઇ જશેઃ પ્રાઇમ મેમ્‍બરશીપવાળા પલાનમાં રૂા.1499 થઇ જશે

જો કે પહેલાના ગ્રાહકોને કોઇ અસર નહીં થાય

નવી દિલ્હીઃ જો તમે Amazon Prime સબ્સ્ક્રિપ્શન લેવાનું વિચારી રહ્યાં છો તો તમારે થોડી ઉતાવળ રાખવી પડશે. કારણ કે Amazon Primeનું સબ્સ્ક્રિપ્શન 13 ડિસેમ્બરથી મોંઘુ થવા જઈ રહ્યું છે. આ અંગેની ઘોષણા કંપનીએ પહેલા જ કરી દીધી છે. પ્રાઈમ ચેંજ Amazon Primeના માસિક, વાર્ષિક અને ક્વાટર્લીને પ્રભાવિત કરશે. Amazonના પ્રાઈસ ચેંજને સપોર્ટ પેજ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે.

નવી પ્રાઈસ લીસ્ટ મુજબ વર્ષભરનું પ્રાઈમ મેંબરશિપ 500 રૂપિયા સુધી મોંઘું થઈ જશે. તેનો મતલબ છે કે વર્ષભરનું પ્રાઈમ મેંબરશિપપાળો પ્લાન જેની કિંમત 999 રૂપિયા છે તે 13 ડિસેમ્બરથી 1499 રૂપિયા થઈ જશે. ક્વાટર્લી મેંબરશિપ પ્લાન જેની કિંમક અત્યારે 329 રૂપિયા છે તેની કિંમત 459 રૂપિયા થઈ જશે. માસિક પ્લાનને પણ મોંઘુ કરવામાં આવ્યું છે. હાલ તેની કિંમત 129 રૂપિયા છે. જો કે નવા સબ્સક્રિપ્શન મોંઘુ થયા બાદ તેની કિંમત 179 રૂપિયા થઈ જશે.

આપને જણાવી દઈએ કે પહેલાથી Prime મેંબરશિપ લઈ ચુકેલા યુઝર્સ તેનાથી પ્રભાવિત નહીં થાય. જો કે પ્રાઈમ મેંબરશિપ પૂર્ણ થયા બાદ તેને નવી કિંમત પર સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. Amazon Primeએ આ વખતે પોતાની વેબસાઈટ પર જાહેર પણ કર્યું છે. Prime મેંબરશિપની કિંમત વધવાને કારણે Youth મેંબરશિપ પ્લાનની કિંમતને ઓછી કરવામાં આવી રહી છે. આ પ્લાન 18થી 24 વર્ષના યુવાઓ માટે હોય છે. તેની કિંમત 749થી ઘટીને 499 રૂપિયા રાખવામાં આવી છે. Amazon Prime સબ્સક્રિપ્શન 13 ડિસેમ્બરથી મોંઘુ થશે. આ મોંઘવારીથી બચવા માટે તમે હાલમાં મેંબરશિપ સબ્સ્ક્રિપ્શન લઈ શકો છો.

(4:45 pm IST)