Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વાયુસેનાએ ક્ષમતા વધારવી જ પડશે : એર ચીફ માર્શલ

ચીન-પાકિસ્તાન ભારત પ્રત્યેનું વલણ નહીં બદલી શકે : ભારતીય સીમા પર અસ્થિરતાના માહોલ અને ભવિષ્યમાં આ સળગતી સમસ્યા બની શકે છે : વિવેક રામ ચૌધરી

નવી દિલ્હી, તા.૮ : ભારતીય વાયુસેનાના વડા અ્ને એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ કહ્યુ છે કે, ચીન અને પાકિસ્તાન ભારત પ્રત્યે પોતાનુ વલણ ક્યારેય નહીં બદલે.માટે વાયુસેનાએ પોતાની ક્ષમતાઓને વધારવી જ પડશે. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનનુ કાશ્મીર મુદ્દે વલણ બદલાવાનુ નથી અને ચીન પણ અટકચાળા ચાલુ રાકશે.પાકિસ્તાન તરફથી ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ પણ ચાલુ રાખશે.પાકિસ્તાને પોતાની સૈન્ય ક્ષમતાઓ વધારી છે ત્યારે ભારતીય વાયુસેનાએ પણ ક્ષમતાઓ વધારવાની જરુર છે. તેમણે કહ્યુ હતુ કે, આપણે આપણી વ્યૂહાત્મક પ્રાથમિકતાઓનુ મુલ્યાંકન કરવાની જરુર છે.જેથી આપણે પાછળ ના રહી જઈએ.સુરક્ષાની દ્રષ્ટિએ ભારતીય સીમા પર અસ્થિરતાના માહોલ છે અને ભવિષ્યમાં આ એક સળગતી સમસ્યા બની શકે છે.

ચૌધરીએ વાયુસેનામાં વિમાનોની સંખ્યા વધારવા પર અને તેમાં સ્વદેશી ઉપકરણોને સામેલ કરવા પર પણ ભાર મુકીને કહ્યુ હતુ કે, ભારત હવે આક્રમક દ્રષ્ટિકોમ અપનાવી રહ્યુ છે.

(7:34 pm IST)