Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 સુધી લંબાવી :મોદી કેબિનેટમાં મોટો નિર્ણય

પ્રધાનમંત્રી આવાસ યોજનાને (ગ્રામીણ) 2024 સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને 2024 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.  કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને (ગ્રામીણ) 2024 સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

પીએમ મોદીએ 2015 માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી. ગ્રામીણ આવાસ યોજનાના માધ્યમ દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરના રીપેરિંગ અને ઘર બનાવવા આર્થિક સહાયતા અપાય છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ સમતળ જમીન માટે 1,20,000 અને પહાડી વિસ્તારો માટે 1,30,000ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. 

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના પર અત્યાર સુધી 1,97,000 કરોડ રુપિયાનો ખર્ચ કરાયો છે. સરકારે આ યોજના માટે 2,17,257 કરોડ રુપિયાથી મંજૂરી આપી દેવાઈ છે.

પીએમ આવાસ યોજના હેઠળ દેશના પહાડી રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય 90:10ના પ્રમાણમાં સહાય અપાય છે. સામાન્ય વિસ્તારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે  60:40 ના ભાગે સહાય વિતરીત થાય છે. 

(7:54 pm IST)