Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ભારતીય મહિલા ટીમની એક ખેલાડીને કોરોના થતાં મેચ રદ

દ. કોરિયામાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીને કોરોનાનું ગ્રહણ : આ પહેલા મલેશિયાની ટીમની ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મંગળવારે ભારત સામેની તેની મેચ રદ કરાઈ હતી

સિયોલ, તા.૮ : દક્ષિણ કોરિયામાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થઈ છે.

જેના પગલે ભારત અને યજમાન દક્ષિણ કોરિયા વચ્ચેની બુધવારે રમાનારી મેચ રદ કરવામાં આવી છે.હોકી ઈન્ડિયાના સુત્રોના કહેવા પ્રમાણે એક પ્લેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાએ આ ટુર્નામેન્ટને પ્રભાવિત કરી છે.આ પહેલા મલેશિયાની ટીમની એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા મંગળવારે ભારત સામેની તેની મેચ રદ કરવામાં આવી હતી.હવે મલેશિયાની જેમ ભારતીય ટીમના એક ખેલાડીને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાથી ક્વોરેન્ટાઈન થવુ પડશે.આ ઉપરાંત ટીમની બાકી ખેલાડીઓ પર પણ કોરોનાનુ જોખમ તોળાઈ રહ્યુ છે.

આ ટુર્નામેન્ટમાં મહિલા ટીમે શાનદાર શરુઆત કરીને થાઈલેન્ડની ટીમને ૧૩-૦થી હરાવી હતી.જેમાં ગુરજીત કૌરે પાંચ ગોલ ફટકાર્યા હતા.હાલમાં ભારતીય ટીમ વર્લ્ડ રેક્નિંગમાં નવમા સ્થાને છે.

(8:55 pm IST)