Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ભાજપ કાર્યાલયે છ વાગ્યે પહોંચી ગુજરાતમાં ભવ્યાતિભવ્ય વિજયને વધાવી સંબોધન કરશે તેમ જીએસટીવી જણાવે છે. છેલ્લા અહેવાલ મુજબ ૧૮૨ માંથી ભાજપને ૧૫૪, કોંગ્રેસને ૧૭, આપ પાર્ટીને ૮ અને અન્યને ૩ બેઠક મળી રહી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જંગી બહુમત સાથે જીતી ગયા

ગુજરાતમાં ૧૧ ડિસેમ્બરે નવી સરકાર બનશે : નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં શપથવિધિ સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ હાજર રહેશે

ગાંધીધામ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કર્યો ઃ દોડધામ મચી ગઈ

કચ્છની ૬ બેઠકોની મત ગણતરી દરમ્યાન ભુજની એન્જીનીયરીંગ કોલેજમાં કોંગ્રેસના ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકીએ આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ સાથે ચકચાર મચી ગઈ છે. ઈવીએમમાં ચેડાં થયા હોવાનો આક્ષેપ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી આગળ ચાલી રહ્યા છે.

(11:40 am IST)