Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા રદ

-લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી

નવી દિલ્હી ;  કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. શુક્રવારે લોકસભામાં સમિતિના અહેવાલ પર ચર્ચા થઈ હતી અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે ટીએમસી સાંસદનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવ પસાર થયા બાદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

  ગૃહમાં ચર્ચા દરમિયાન, 2005નો કેશ ફોર ક્વેરી કેસ પણ સામે આવ્યો જ્યારે લોકસભાના 10 અને રાજ્યસભાના 1 સભ્યને હાંકી કાઢવામાં આવ્યા.

 

   
(6:50 pm IST)