Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

મહુઆના બચાવમાં JDU સાંસદે એવો ખુલાસો કર્યો કે સ્પીકર બિરલા ચોંકી ગયા :કહ્યું- હવે હું તમારી સામે કાર્યવાહી કરીશ

તેણે કહ્યું કે હું ક્યારેય મારા પોતાના પ્રશ્નો નથી કરતો. આ તમામ કામ મારા પીએમ કરે છે.

નવી દિલ્હી : ટીએમસી સાંસદ મહુઆના બચાવમાં JDU સાંસદે એવો ખુલાસો કર્યો કે ખુદ સ્પીકર બિરલા ચોંકી ગયા હતા અને કહ્યું હતું કે હવે હું તમારી સામે કાર્યવાહી કરીશ

પૈસા માટે સવાલ પૂછવાને લઈને આજે લોકસભામાં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. જ્યારે બિહારના બાંકાથી જેડીયુના સાંસદ ગિરધારી યાદવ ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમણે સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે તેમનો પ્રશ્ન તેમના પીએ દ્વારા પૂછવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે હું ક્યારેય મારા પોતાના પ્રશ્નો નથી કરતો. આ તમામ કામ મારા પીએમ કરે છે. ગિરધારીના આ નિવેદનથી સ્પીકર ઓમ બિરલા ગુસ્સે થયા હતા અને તેમની સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી

(6:51 pm IST)