Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રાજીનામા આપનારા ભાજપ નેતાઓને બંગલો ખાલી કરવા નોટીસ મોકલી

-લોકસભા હાઉસિંગ કમિટીએ નેતાઓને 30 દિવસનો સમય આપ્યો;12 સાંસદોને બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું

નવી દિલ્હી :મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવનારા ભાજપના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓના રાજીનામા બાદ, તેમને તેમના સરકારી બંગલા ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી છે. સૂત્રોએ  જણાવ્યું કે લોકસભા હાઉસિંગ કમિટીએ નેતાઓને 30 દિવસનો સમય આપ્યો છે.

  નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 12 સાંસદોને બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, રેણુકા સિંહ સરુતા, દિયા કુમારી, રાકેશ સિંહ, અરુણ સાઓ, ગોમતી સાઈ, રીતિ પાઠક, બાબા બાલકનાથ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને ઉદય પ્રતાપ સિંહના નામ સામેલ છે. વાસ્તવમાં ભાજપના સાંસદોએ વિધાનસભા ચૂંટણી લડી હતી. આ જીત્યા બાદ તેમણે સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

 

(7:06 pm IST)