Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

યુ.એસ.ના મિસૌરીમાં ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીયરની હત્યા : સ્ત્રીપાત્ર કારણભૂત છે કે હેટ ક્રાઇમ તે અંગે પોલીસ તપાસ ચાલુ

મિસૌરી : યુ.એસ.ના મિસૌરીમાં 31 માર્ચના રોજ ઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીયર 32 વર્ષીય શરીફ રહેમાન ખાનની હત્યા થઇ છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, મધ્યપ્રદેશના ભોપાલના વતની, 32 વર્ષીય ખાનની 31 માર્ચના રોજ સેન્ટ લૂઇસ સ્થિત યુનિવર્સિટી સિટી એપાર્ટમેન્ટમાં તેના ઉપર ગોળીબાર કરી હત્યા કરવામાં આવી છે.તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસે હત્યા મામલે 23 વર્ષના કોલ જે. મિલરની શકમંદ આરોપી તરીકે ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર પોલીસે જણાવ્યું હતું કે મિલરની હાલના મૃતક ભારતીય એન્જિનિયરની એક સ્ત્રી મિત્ર સાથે "રોમેન્ટિક ફિક્સેશન" હતી.
31 માર્ચે, મિલર યુનિવર્સિટી સિટી એપાર્ટમેન્ટમાં ગયો હતો ,જ્યાં ખાનની  સ્ત્રી મિત્ર રહેતી હતી. તેથી ખાન પણ ત્યાં હતો.

ખાન અને મિલર વચ્ચે બોલાચાલી થઇ હતી.જે દરમ્યાન, ખાને મિલરને કથિત રૂપે મુક્કો માર્યો હતો, જેને પગલે બાદમાં મિલરે ખાન ઉપર કથિત ગોળીબાર કર્યો હતો તેવું પોલીસ અહેવાલમાં  જણાવાયું છે.

અંતિમવિધિ માટે નાણાં એકત્ર કરવા માટે એક GoFundMe અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના થકી  $ 25,000 થી વધુ એકત્રિત થયા હતા.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)