Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દિલ્હીમાં કોરોના બેફામ: 24 કલાકમાં નવા 7437 કેસ 24 લોકોના મોત : 19 નવેમ્બર બાદ સૌથી વધુ કેસ

દિલ્હીમાં સક્રિય કેસની સંખ્યા 23,181 પર પહોંચી ગઈ

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના પાટનગરમાં છેલ્લા 24 કલાકમાં 7437 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 19 નવેમ્બર પછી, આ એક દિવસમાં સૌથી વધુ નવા કેસ છે. 19 નવેમ્બરના રોજ દિલ્હીમાં 7546 નવા કેસ નોંધાયા હતા. પોઝિટીવીટી રેટ 8% થી વધી ગયો છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3687 દર્દીઓ સાજા થયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 24 લોકોએ જીવ ગુમાવ્યો છે હાલમાં દિલ્હીની હોસ્પિટલોમાં કુલ પથારીની સંખ્યા 8813 છે જેમાંથી 4212 દર્દીઓ દાખલ થયેલા છે અને હાલમાં 4601 બેડ ખાલી છે. હાલમાં દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં 11, 367 દર્દીઓ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 11,157 લોકો મોત પામ્યા છે આ સમયે સક્રિય કેસની સંખ્યા 23,181 પર પહોંચી ગઈ છે.

(12:00 am IST)