Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દિલ્હી સર ગંગારામ હોસ્પિટલના ૩૭ ડોકટર પોઝીટીવ : બધાએ લીધી હતી વેકિસન

નવી દિલ્હી,તા.૯: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિલ્હી સરકારના તમામ પ્રયાસો છતાં મહામારી અનેક લોકોને ઝપેટમાં લઈ રહી છે. કોરોનાની આ લહેરમાં દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ૩૭ ડોકટરો સંક્રમિત થઈ ગયા છે અને તેમાંથી ૫દ્ગચ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. એક સૂત્રએ ગુરૂવારે આ વિશે માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પ્રથમવાર ૭ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પોઝિટિવ આવેલા ડોકટરોએ વેકિસન પણ લીધી છે.

હોસ્પિટલના સૂત્રએ જણાવ્યું કે, કોરોના મહામારીની નવી લહેરમાં ૩૭ ડોકટરોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સર ગંગારામ હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું,'હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા ૩૭ ડોકટર સંક્રમિત થયા છે. આ ડોકટરોમાં મોટાભાગનાને સામાન્ય લક્ષણ છે. કુલ ૩૨ ડોકટર કવોરેન્ટાઇન છે અને ૫ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.' છેલ્લા એક વર્ષથી મહામારી દરમિયાન સર ગંગારામ હોસ્પિટલે કોરોનાની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ થયેલી કોરોનાની નવી લહેરે ચિંતા ઉપજાવી છે. દરરોજ નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૩૭ લોકો સંક્રમિત થયા છે અને ૨૪ લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા બુધવારે ૫૫૦૬ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

(10:18 am IST)