Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાના વધતા કહેરને કારણે ફરીવાર શ્રમિકોને વતનની વાટ પકળવાનો વારો

પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન અથવા ખાનગી બસો થકી પોતાને ગામ પરત

નવી દિલ્હી :દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થઈ રહી છે. અને એવામાં મોટા ભાગનાં રાજ્યોમાં કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યો છે. તો ગત વર્ષે કોરોના કાળમાં પોતાના ઘરે જવા માટે શ્રમિકોને કડવા ઘુટ પિવા પડ્યા હતા, અને ઘણી યાતનાઓ ભોગવવી પડી હતી. ત્યારે ફરી એકવાર કોરોનાએ જે રીતે મહાતાંડવ મચાવ્યું છે. તેને લઈને ફરી એકવાર શ્રમિકોને પાછા તેમના વતનની વાટ પકળવાનો વારો આવ્યો છે

દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ગંભીર કહેર વરસાવી રહી છે. કોરોના મહામારીનું એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત વર્ષે ઊભી થઈ હતી એવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. દેશનાં વિવિધ વિસ્તારોમાં લોકડાઉનનો ભય પ્રવાસી મજૂરોને સતાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક પ્રદેશમાં કોરોનાની ગાઈડલાઈનને વધુ કડક બનાવાઈ રહી છે. જેથી લોકડાઉનનાં ડરથી મજૂરોએ ફરીથી પોતાના ઘર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, મુંબઈ, પુણે સહિત અન્ય પ્રદેશોમાંથી લોકો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે.તો બીજી બાજું દેશમાં જે હાલ પરિસ્થિતિ છે..તેને જોતા તંત્રના કડકાઈભર્યા વલણથી લોકોમાં લોકડાઉનનો ભય ફરી પ્રસરી જવા પામ્યો છે. ગત વર્ષે મજૂરોને પગપાળા પોતાના વતન તરફ જવું પડ્યું હતું. રોજગારી છૂટી જતાં તેમના પાસે એક ટંકનું ખાવાના પણ રૂપિયા નહોતા. આ તમામ પરિસ્થિતિને પગલે સાવચેતી દાખવીને મુંબઈ, દિલ્હી, પુણે સહિતના અન્ય વિસ્તારોમાંથી પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન અથવા ખાનગી બસો થકી પોતાને ગામ પરત ફરી રહ્યા છે.

(11:44 am IST)