Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલ બપોરે ર ના ટકોરે રાજકોટ પહોંચ્યા : કોરોના કાબુમાં લેવા ઇમરજન્સી બેઠક

રાજકોટ : શહેરમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે. દવાઓ ઇન્જેકશનો ખૂટી રહ્યા છે. ત્યારે શહેરની આ સ્થિતિને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ર વાગ્યે રાજકોટ દોડી આવ્યા હતા. તેઓ સીધા જ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નીતિન  ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, રાજકોટનાં પ્રભારી અધિકારી ડો. રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ તેમજ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ વગેરેએ મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યુ હતું તે વખતની તસ્વીર. આ તકે મુખ્યમંત્રીએ કોરોના કાબુમાં લેવા માટે ધડાધડ જરૂરી આરોગ્ય સબંધી ત્થા સુરક્ષાત્મક પગલા લેવા તમામ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:55 pm IST)