Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દિલ્હી-પુણે બાદ મુંબઇમાંથી મજુરોનું પલાયન

લોકડાઉનનો ડર ! રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ

મુંબઇ, તા.રર : દેશમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો થયો છે. દિલ્હીથી માંડીને મુંબઇ, લખનૌથી માંડીને ભોપાલ સુધી પ્રતિબંધદો લગાવી દીધા છે. દેશમાં એક ડઝનથી વધુ રાજયોએ નાઇટ કફર્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પ્રતિબંદો લગાવી દીધા છે. એવામાં હવે લોકડાઉનનો ખતરો વધતો જોઇને પ્રવાસી મજુરોનું પલાયન ફરીથી શરૂ થયું છે. થોડાક દિવસથી દિલ્હી-પુણેથી તસ્વીર સામે આવી રહી હતી. પરંતુ હવે તો મુંબઇનો હાલ પણ આજ છે.

મુંબઇના લોકમાન્ય ટીલક ટર્મિનસ રેલ્વે સ્ટેશન ઉપર ઉતર ભારતના મજુરોની ભારે ભીડ છે. દરેક ઘરે પાછા ફરવા ઇચ્છે છે. ડર છે કે અચાનક લોકડાઉન થશે તો ગયા વર્ષ જેવી સ્થિતિ થશે.

(3:59 pm IST)