Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દિલ્હી દંગલ : દિલ્હીમાં 2013 ની સાલમાં થયેલ દંગલ મામલે ' આપ ' ના ધારાસભ્ય અખિલેશપતિ ત્રિપાઠી દોષિત પુરવાર : એક યુવતી ઉપર બળાત્કાર અને હત્યા મામલે પોલીસે કંઈ પગલાં ન ભરતા દેખાવો કર્યા હતા : પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો લાગુ પડાયો હતો : 27 એપ્રિલના રોજ સજા ફરમાવાશે

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે 2013 ની સાલના રમખાણો સંબંધિત કેસમાં આમ આદમી પાર્ટી (આપ) ના ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠીને બે ગુના માટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે એક મહિલાને પણ ગુનેગાર માની  છે. આ કેસ ત્રિપોલી ગેટ પરના વિરોધ સાથે સંબંધિત છે.

સ્પેશિઅલ જજ  ગીતાંજલી ગોયલે મોડેલ ટાઉનથી 'આપ' ધારાસભ્ય ત્રિપાઠી પર ગેરકાયદેસર રીતે ભીડ એકત્રિત કરવા અને જાહેર સેવકોને તેમની ફરજ બજાવવામાં અટકાવવા માટે ત્રિપાઠીને દોષિત ગણ્યા છે. ત્રિપાઠી ઉપરાંત કોર્ટે ગીતા નામની મહિલાને પણ આ કેસમાં દોષી ઠેરવી છે.

આ કેસ સપ્ટેમ્બર 2013 માં મોડેલ ટાઉન નજીક ત્રિપોલી ગેટ પર થયેલા વિરોધ સાથે સંબંધિત છે. તે સમયે કરણસિંહ સ્થાનિક ધારાસભ્ય હતા, જેના વિસ્તારમાં બળાત્કાર ગુજાર્યા બાદ એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. ગુસ્સે થયેલા પીડિત પરિવાર અને અન્ય સ્થાનિક લોકો આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ પોલીસ સામે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં આપ કાર્યકરો પણ સામેલ થયા હતા. પોલીસે હિંસક વિરોધીઓને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા, જે બાદ આ કેસ નોંધવામાં આવ્યો. પોલીસે 27 જાન્યુઆરી, 2016 ના રોજ ત્રિપાઠી સહિત 21 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે

(6:21 pm IST)