Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

' ફ્રીડમ ઓફ સ્પીચ ' વેબિનાર : આવતીકાલ 10 એપ્રિલના રોજ દેશના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા વાણી સ્વાતંત્ર્ય વિષે ચોખવટ કરતું ઉદબોધન કરશે : ડિબેટ એન્ડ ડિસ્કશન સોસાયટી (DDS ) કેમ્પસ લો સેન્ટરના ઉપક્રમે આયોજિત વેબિનારમાં પ્રશ્નોત્તરીનો પણ સમાવેશ

ન્યુદિલ્હી : આવતીકાલ 10 એપ્રિલના રોજ દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતા ' ફ્રીડમ ઓફ સ્પીચ ' એટલેકે વાણી સ્વાતંત્ર્ય વિષે ચોખવટ  કરતું ઉદબોધન કરશે .ડિબેટ એન્ડ ડિસ્કશન સોસાયટી (DDS ) કેમ્પસ લો સેન્ટરના ઉપક્રમે આયોજિત વેબિનારમાં ઉદબોધન પૂરું થયા પછી  પ્રશ્નોત્તરીનો પણ સમાવેશ કરાયો છે.

ભારતના સોલિસીટર જનરલ શ્રી તુષાર મહેતા આ અગાઉ  ભારતના એડિશનલ  સોલિસિટર જનરલ (2014-18) અને ગુજરાત રાજ્યના પૂર્વ એડવોકેટ જનરલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.જે અંતર્ગત તેઓએ અનેક સીમાચિહ્નરૂપ કેસ હાથ ધર્યા હતા.

આ વેબિનાર કેમ્પસ લો સેન્ટરની  "કોર્ટરૂમ લિજેન્ડ્સ" વ્યાખ્યાન શ્રેણીનો એક ભાગ છે . અને ડિબેટ એન્ડ ડિસ્કશન સોસાયટી, કેમ્પસ લો સેન્ટર એ એક મંચ છે . જે મુક્ત વિચાર અને અભિપ્રાયની  આપલેને પ્રોત્સાહન આપે છે.

વેબિનારનો સમય આવતીકાલ 10 એપ્રિલ શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યાનો રાખવામાં આવ્યો છે.જેમાં રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક સાથે જોડાવાનું રહેશે.

https://www.facebook.com/ddsclc

વિશેષ માહિતી શ્રી વિજય પુરોહિતના કોન્ટેક નંબર +91 7981778079 દ્વારા મળી શકશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)