Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 160 રનનો ટાર્ગેટ આપ્યો: હર્ષલ પટેલે 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી

મુંબઈ તરફથી ક્રિસ લિને સૌથી વધુ 49 રન, સૂર્યકુમાર યાદવે 31, ઈશાન કિશને 28 રન બનાવ્યા

મુંબઈ : ઈન્ડિયન પ્રમિયર લીગની (IPL) 14 સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીત માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે 4 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી છે.

મુંબઈ તરફથી ક્રિસ લિને સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 31, ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જેમિસન અને સુંદરને 1-1 સફળતા મળી હતી. હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં એક પણ રન ન આપ્યો અને ત્રણ વિકેટ ઝડપી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની નજર વિજયી શરૂઆત કરવા પર છે, તો વળી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 2013 બાદ પહેલીવાર ઓપનિંગ મેચને પોતાના નામે કરવા મેદાને ઉતરી છે.

(9:58 pm IST)