Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દેશમાં રેકોર્ડની નવી ટોચે કોરોના:છેલ્લાં 24 કલાકમાં 1.44 લાખથી વધુ નવા કેસ ,એક્ટિવ કેસ 10.40 લાખને પાર :કુલ કેસ 1.32 કરોડના આંકને પાર પહોંચ્યા : વધુ 773 લોકોના મોત

મહારાષ્ટ્ર માં સૌથી વધુ 58,993 નવા કેસ, : છત્તીસગઢમાં 11,447 કેસ નોંધાયા : દક્ષિણના રાજ્યોમાં પણ કોરોનાએ સ્પીડ પકડી : ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાં કોરોના વકર્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 1.44 લાખથી વધુ  નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 773 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 10,40  લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 1.44 લાખથી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.32,02,832 થઇ છે છેલ્લા 24 કલાકમાં 77,199 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.19, 87,940 લોકોએ કોરોનાને મહાત આપી છે

મહારાષ્ટ્ર માં સૌથી વધુ 58,993 નવા કેસ નોંધાયા છે જયારે  છત્તીસગઢમાં 11,447 કેસ નોંધાયા છે સાથે દક્ષિણના રાજ્યોમાં પણ કોરોનાએ સ્પીડ પકડી  છે બીજીતરફ ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાં કોરોના વકર્યો છે અને કેસમાં સતત વધારો થઇ રહયો છે

 

(12:52 am IST)