Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાના સંક્રમણ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની સાથે વાત કરી

મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણની કથળતી સ્થિતિ : પીએમ નરેન્દ્ર મોદીએ વેક્સિનથી માંડીને ઓક્સિજન સપ્લાય અંગે વાત કરી, ભવિષ્યની જરુરિયાત મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી

નવી દિલ્હી, તા. : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી.મહારાષ્ટ્રમાં કોરોનાના કેસપહેલા કરતા ઘટયા છે પણ આજેય કોરોનાના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદીએ વેક્સીન થી માંડીને ઓક્સિજન સપ્લાય અંગે વાત કરી હતી. સિવાય ભવિષ્યની જરુરિયાતો અંગે પણ ચર્ચા વિચાણા કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસથી પીએમ મોદી કોરોના સ્થિતિની જાણકારી મેળવવા માટે અલગ-અલગ રાજ્યોના સીએમ સાથે વાત કરી રહ્યા છે.શુક્રવારે તેમણે ત્રિપુરા, મણિપુર, સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેના પહેલા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને તેલંગાણાના સીએમ સાથે પણ તેમણે વાત કરીને જાણકારી મેળવી હતી.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે .૩૮ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી રોજ કોરોનાના ચાર લાખ જેટલા નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.

(12:00 am IST)