Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કરોડો ખેડૂતો સશક્ત બનશે: ખરીફ પાકો માટે ટેકાના ભાવ વધારાના નિર્ણય પર પીએમ મોદીનું નિવેદન

સરકારે કેબિનેટની બેઠકમાં 17 પાકોના ટેકાના ભાવ વધાર્યાં છે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાકો માટે ટેકાના ભાવ વધાર્યા બાદ પીએમ મોદીનું નિવેદન સામે આવ્યું છે. આ  મુદ્દે બોલતા પીએમ મોદીએ કહ્યું કે આનાથી કરોડો ખેડૂતોને લાભ મળશે. તેમણે કહ્યું કે પાકો માટે ટેકાના ભાવ વધારાના સરકારના નિર્ણયને કારણે કરોડો ખેડૂતો સશક્ત બનશે. 

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનું પગલું ભર્યું છે. પીએમ મોદીનું આ ટ્વિટ સરકાર દ્વારા ટેકાના ભાવ વધારાની જાહેરાત બાદ આવ્યું છે. 

   કેન્દ્ર સરકારે 2022-23 ના પાક વર્ષ માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં 4-9 ટકાનો વધારો કર્યો છે, જેમાં ડાંગરની એમએસપી 100 રૂપિયા વધારીને 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, આ પગલાનો હેતુ ખેડૂતોને વધુ વિસ્તારને વાવેતર હેઠળ લાવવા અને તેમની આવક વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ વર્ષ 2022-23ના પાક વર્ષ માટે 17 ખરીફ  પાકો માટે એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કપાસના મધ્યમ ફાઇબરના એમએસપીમાં 354 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અડદ, મગફળી અને અરહરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષ કરતા આ વખતે મકાઈની એમએમપી 92 રૂપિયા વધુ છે. જુવાર પર 232 રુપિયા અને રાઈના પાક પર 201 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

(11:01 pm IST)