Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

એરપોર્ટ અને ફ્લાઈટની અંદર પ્રવાસીઓ માટે માસ્ક પહેરવું પડશે: કોરોના વધતા સરકાર એલર્ટ:નવી ગાઈડલાઈન્સ જાહેર

માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ બેજવાબદાર ગણાશે, દંડ વસુલાશે: DGCA

નવી દિલ્હી : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના DGCA વિભાગે હવાઈ પ્રવાસીઓ માટે એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેમાં પ્રવાસીઓને એરપોર્ટ પર અને ફ્લાઈટની અંદર ફરજિયાત માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈન્સમાં એવું જણાવાયું છે કે એરપોર્ટ અને ફ્લાઈટની અંદર પ્રવાસીઓ ફરજિયાત માસ્ક પહેરવુ પડશે, માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે

ગાઈડલાઈન્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રવાસીઓ માસ્ક નહીં પહેરે તેમને અણઘડ અને બેજવાબદાર ગણવામાં આવશે અને તેમની પાસે દંડ વસૂલવામાં આવશે. જો વિમાનમાં સવાર કોઈપણ મુસાફર માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે અથવા વારંવાર ચેતવણીઓ આપ્યા પછી પણ 'યાત્રીઓ માટે કોવિડ પ્રોટોકોલ'નું ઉલ્લંઘન કરે છે, તો ફ્લાઇટ દરમિયાન, આવા મુસાફરને 'અનરુલી પેસેન્જર' તરીકે ગણવામાં આવશે," DGCAએ જણાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના 3 જૂનના આદેશને અનુરૂપ તેના નવીનતમ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

   
(12:00 am IST)