Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સતત ધીમુ અને નબળુ ચોમાસું વાવણી પર કરી શકે છે અસર

ચોમાસાની પ્રગતિમાં ૫-૭ દિવસનો વિલંબ ખેડૂતો માટે ચિંતાનો વિષયઃ નિષ્‍ણાંતો

નવીદિલ્‍હીઃ ભારતીય દ્વિપકલ્‍પ આવરી લેવામાં નૈઋત્‍યનું ચોમાસું થોડા દિવસ પાછળ ચાલી રહ્યું છે અને તે નબળુ પણ છે જે ખેડૂતો માટે વાવણી બાબત ચિંતાજનક છે તેવું નિષ્‍ણાંતોએ કહ્યું છે.

૧૦ જૂન સુધીમાં સામાન્‍ય રીતે ચોમાસુ મહારાષ્‍ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્‍તારને આવરી લેતું હોય છે,  જો કે આ વખતે તે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગને જ ૮ જૂન સુધીમાં આવરી શકયું છે.

ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ચોમાસુ આગળ વધશે કે કેમ તે બાબતે કોઈ આગાહી નથી આપી જે દર્શાવે છે કે ચોમાસું હજુ પણ ધીમુ ચાલશે.

હવામાન વિભાગ પૂર્ણના ભૂતપૂર્વ હવામાન વિજ્ઞાની અને ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કલાઈમેટ ચેન્‍જ સ્‍ટડીઝના ડાયરેકટર ડીએસપાઈએ જણાવ્‍યું કે ચોમાસાની પ્રગતિ ૫-૭ દિવસ વિલંબમાં છે. હાલમાં તે નબળી સ્‍થિતીમાં છે. ચોમાસું કયારેક ધમાકાભેર આગળ વધે છે તો કયારેક  તે નબળા તબકકામાં હોય છે. જો આગામી થોડા દિવસમાં બંગાળની ખાડીમાં અમને  આવા લો પ્રેશરની કોઈ શકયતા દેખાતી નથી. ચોમાસાની રાજયોમાં વાવણી માટે ૧૫ જુલાઈ સુધી સમય હોય છે. એટલે હાલમાં તો કોઈ મુશ્‍કેલી નથી દેખાતી.

(12:52 pm IST)