Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નુપુરની જીભ કાપી લાવનારને એક કરોડનું ઇનામ

ભીમસેના ચીફની જાહેરાત : મહમ્‍મદ પયગંબર વિશે બફાટ પછી બીજેપી નેતા વિરૂધ્‍ધ વિશ્વભરમાં વિરોધ

નવી દિલ્‍હી, તા. ૯:  મહમ્‍મદ પયગંબર બાબતે ભાજપા નેતા નુપુર શર્મા વિરૂધ્‍ધ દેશ જ નહીં વિદેશોમાં પણ મુસ્‍લીમ સમુદાયના લોકોમાં ગુસ્‍સો છે. પછી તે ઓસ્‍ટ્રેલીયા હોય કે પાકિસ્‍તાન લોકો પોતપોતાની રીતે તેમની સામે રસ્‍તાથી માંડી સોશ્‍યલ મીડીયા પર વિરોધ વ્‍યકત કરી રહ્યા છે. આ દરમ્‍યાન ભીમસેનાના ચીફ સતપાલે એલાન કર્યુ છે કે જે કોઇ વ્‍યકિત વિવાદીત બયાન આપના આ ભાજપા નેતાની જીભ કાપીને લાવશે તેને એક કરોડનું ઇનામ આપવામાં આવશે.

કોંગ્રેસના સીનીયર નેતા જયરામ રમેશે બુધવારે કહ્યું કે સતાધારી પક્ષની ભૂલોની કિંમત ભારત ઘણા વર્ષોથી ચુકવી રહ્યું છે. જે સ્‍વીકાર્ય નથી. તેમણે ટવીટ કર્યુ, ભારત ભાજપાની ભૂલોની કિંમત ઘણા વર્ષોથી ચુકવી રહ્યું છે આ અસ્‍વીકાર્ય છે. ઘટના ક્રમને જરા સમજો ભાજપાના પ્રવકતા અને પ્રધાન લઘુમતિઓ અને વિરોધીઓ માટે ર૦૧પ થી ઝેર ઓકી રહ્યા છે. કોઇ કાર્યવાહી તેમની સામે નથી થઇ ઉલ્‍ટુ તેમને બચાવીને પ્રોત્‍સાહન અપાયું છે.

તેમણે દાવો કર્યો કે ભાજપાના બે પ્રવકતાઓએ બધી હદો પાર કરી દીધી છે. કેટલાક મિત્ર દેશો સહિત ઘણા દેશો નારાજ છે. જેનાથી આપણી ફૂટનીતિને અસર થઇ છે. ભાજપા સરકારે આ પ્રવકતાઓને અરાજક તત્‍વો કરી દીધા પણ હજુ પણ તેમાં આવા ઘણા તત્‍વો છે જે આવી ધીનૌની હરકતો કરે છે.

તો મુસ્‍લીમ મહિલાઓના એક ગ્રુપનો એક વીડીયો સોશ્‍યલ મીડીયા પર વાયરલ થયો છે જેમાં તેઓ મહમ્‍મદ પયગંબર સામે અપમાનજનક ટીપ્‍પણી કરવા માટે ભાજપાના સસ્‍પેન્‍ડેડ પ્રવતા નુપુર શર્માની ધરપકડ કરવાનો આગ્રહ કરી રહી છે.

(1:00 pm IST)