Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બેગુસરાયમાં ભાવિકો ઉમટયાઃ ગંગા દશેરાએ લગાવી આસ્‍થાની ડૂબકી

બિહારના બેગુસરાયમાં ગંગા દશેરના પાવન અવસરે મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ સિમરીયા ગંગા ઘાટ, જમટીયા, ગંગા ઘાટ અને અયોધ્‍યા ગંગા ઘાટ સહિત અન્‍ય ગંગા ઘાટ ખાતે ઉમટયા હતાં. ભાવિકોએ ગંગા ઘાટ ખાત ગંગા સ્‍નાન કરી માતા ગંગાની પૂજા-અર્ચના કરી હતી. એક માન્‍યતા મુજબ આજના દિવસે રાજા સગરના વંશજ ભગીરથે પોતાના પૂર્વજોના ઉધ્‍ધાર માટે ગંગા માતાને તપસ્‍યાથી પ્રસન્‍ન કરી ધરતી ઉપર ગંગાનું અવતરણ કરાવ્‍યું હતું. મંદિરના પૂજારીઓ મુજબ આજના દિવસે ગંગા ઘાટમાં સ્‍નાન કરવાથી પૂર્વજોનો ઉધ્‍ધાર થાય છે.

(1:40 pm IST)