Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

*ચીનના હુવેઈ પ્રાંતમાં પ્લેન ક્રેશ: ડઝનેક ઘરોમાં આગ લાગી: બે મહિનામાં ત્રીજી વિમાન દુર્ઘટના*

બેઈજિંગઃ મધ્ય ચીનના હુવેઈ પ્રાંતમાં એક પ્લેન ક્રેશ થયું છે.  ગુરુવારે પ્લેન ક્રેશ થયા બાદ ડઝનેક ઘરોમાં આગ લાગી હતી.  છેલ્લા બે મહિનામાં ચીનમાં આ ત્રીજી વિમાન દુર્ઘટના છે.  મળતી માહિતી મુજબ, આ પ્લેન લોહેકુ શહેર પાસે ક્રેશ થયું છે.  સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાયલોટે પોતાનો જીવ બચાવવા માટે પેરાશૂટ વડે કૂદકો માર્યો અને સુરક્ષિત રીતે બચી ગયો.  પાઈલટને સામાન્ય ઈજા થઈ છે.

(4:22 pm IST)