Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નુપુર શર્મા બાદ શિવલિંગની મજાક ઉડાવનાર સબા નકવી સામે કેસઃ ૮ લોકો પર અટકી ધરપકડની તલવાર

એક તરફ પયગંબર સાહેબ વિશે વાંધાજનક ટીપ્‍પણી કરનારાઓ પર કબજો જમાવવામાં આવ્‍યો છે તો બીજી તરફ જ્ઞાનવાપી વિવાદને લઈને શિવલિંગની મજાક ઉડાવનારાઓ પર પણ ધરપકડની તલવાર લટકી ગઈ છે

નવી દિલ્‍હી, તા.૯: દ્વેષપૂર્ણ નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્‍ટ્‍સ વિરુદ્ધ કાર્યવાહી કરીને, દિલ્‍હી પોલીસે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્‍તા નુપુર શર્મા, નવીન જિંદાલ સહિત ૮ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. એક તરફ પયગંબર મોહમ્‍મદ સાહેબ વિશે વાંધાજનક ટીપ્‍પણી કરનારાઓ પર કબજો જમાવવામાં આવ્‍યો છે તો બીજી તરફ જ્ઞાનવાપી વિવાદને લઈને શિવલિંગની મજાક ઉડાવનારાઓ પર પણ ધરપકડની તલવાર લટકી ગઈ છે. દિલ્‍હી પોલીસે પત્રકાર સબા નકવી વિરુદ્ધ પણ કેસ નોંધ્‍યો છે, જેમણે તાજેતરમાં એક ટ્‍વિટ દ્વારા શિવલિંગ પર વાંધાજનક ટિપ્‍પણી કરી હતી. માનવામાં આવે છે કે આ ટ્‍વીટના કારણે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્‍યો છે.

દિલ્‍હી પોલીસે બે FIR નોંધી છે. પ્રથમ એફઆઈઆર નુપુર શર્મા વિરુદ્ધ છે, જેમણે તાજેતરમાં એક ટીવી બિડેટ દરમિયાન પ્રોફેટ મુહમ્‍મદ વિશે વાંધાજનક ટિપ્‍પણી કરી હતી. દેશમાં તેમજ ઈસ્‍લામિક દેશોમાં તેમની સામેના ગુસ્‍સા વચ્‍ચે ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્‍પેન્‍ડ કરી દીધા હતા. ધાર્મિક લાગણી ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો વારંવાર ઉપયોગ કરનારા લોકો સામે પોલીસે બીજી એફઆઈઆર નોંધી છે.

બીજી એફઆઈઆરમાં નવીન જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્‌તી નદીમ, અબ્‍દુલ રહેમાન, ગુલઝાર અંસારી અને અનિલ કુમાર મીનાનો સમાવેશ થાય છે. દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલના IFSC યુનિટે FIR નોંધી છે. પોલીસે તેમના પર ઉશ્‍કેરણીજનક નિવેદનો કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્‍યો છે. IFSC DCP કેપીએસ મલ્‍હોત્રાએ કહ્યું કે વિવિધ ધર્મના ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મલ્‍હોત્રાએ કહ્યું કે આ નિવેદનોને પ્રોત્‍સાહન આપવામાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.

રાજસ્‍થાનના બુંદીમાં રહેતા મૌલાના મુફ્‌તી નદીમે તાજેતરમાં જ પયગંબર મોહમ્‍મદ વિરુદ્ધ બોલનારાઓની આંખો અને હાથ કાપી નાખવાની ધમકી આપી હતી. મૌલાનાએ પોલીસની હાજરીમાં આ નિવેદન આપ્‍યું હતું. નુપુર શર્મા વિરૂદ્ધ કલેક્‍ટરને મેમોરેન્‍ડમ આપ્‍યા બાદ મુફ્‌તીએ મીડિયા સાથેની વાતચીતમાં ધમકી આપી હતી કે જો વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો મુસ્‍લિમ પ્રતિક્રિયા આપશે.

(4:26 pm IST)