Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

શિક્ષીત બેરોજગાર ઉમેદવારો માટે ITBPમાં કોન્‍સ્‍ટેબલની 248 જગ્‍યાઓ પર ભરતી

18 થી 25 વર્ષની વયના યુવાનો 7 જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે

નવી દિલ્‍હીઃ બેરોજગાર અને નોકરીવાંચ્‍છુ યુવાનો માટે ITBPમાં કોન્‍સ્‍ટેબલની 248 જગ્‍યા પર અરજી મંગાવાઇ છે. 18 થી 25 વર્ષના ઉમેદવારો 7 જુલાઇ સુધીમાં ઓફિશીયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરે શકશે.

જે લોકો આઈટીબીપીમાં આ પદો પર અરજી કરવા માગે છે, તે લોકો અધિકારીક વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી અરજી કરી શકે છે. ભારતમાં ટિબેટ સીમા પોલીસ દળમાં હવાલદારની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીના માધ્યમથી કુલ 248 પદ પર લોકોની ભરતી કરવામાં આવશે. જે લોકો આઈટીબીપીમાં આ પદો પર અરજી કરવા માગે છે, તે લોકો અધિકારીક વેબસાઈટ recruitment.itbpolice.nic.inના માધ્યમથી અરજી કરી શકે છે. જણાવી દઈએ કે ભરતીમાં 90 પદ માત્ર એ જ યુવાઓ માટે છે જે આઈટીબીપીમાં પહેલાંથી જ કાર્યરત છે. એટલે ભરતી માત્ર 158 પદ માટે કરવામાં આવશે.

પદનું વિવરણ-

કુલ પદઃ 248

આઈટીબીપીમાં કાર્યરત લોકો માટેઃ 90

પુરુષઃ 135

અનામતઃ 65

એસસીઃ 26

એસટીઃ 23

ઓબીસીઃ 28

ઈડબ્લ્યૂએસઃ 16

મહત્વની તારીખ-

ભરતી શરૂ થવાની તારીખઃ 8 જૂન

અરજી કરવાની અંતિમ તારીખઃ 7 જુલાઈ

યોગ્યતા અને એજ લીમીટ-

અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ત્યારે, ઓબીસી વર્ગના ઉમેદવારનો ત્રણ વર્ષની છુટ આપવામાં આવી છે. જ્યારે, અરજી કરનાર ઉમેદવાર 12 પાસ હોવું જરૂરી છે. સાથે જ ઉમેદવારો પાસે ટાઈપિંગ સંબંધિત જ્ઞાન પણ હોવું જોઈએ. આ ભરતી અંગે વધુ માહિતી માટે અધિકારી વેબસાઈટ પર જઈને ઈચ્છુકો નોટિફિકેશન ચેક કરી શકે છે.  

(5:42 pm IST)