Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

રાજ્યસભા ચૂંટણી : કેદી મતદાન કરી શકે નહીં તેવા સ્પેશિઅલ કોર્ટના ચુકાદાને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર : અનિલ દેશમુખ, તથા નવાબ મલિકે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : મતદાન કરવા માટે એક દિવસના જામીન માટે અરજી કરી : રાજ્યસભાની ચૂંટણી આવતીકાલ 10 જૂનના રોજ હોવાથી તાકીદે સુનાવણી હાથ ધરવા અરજ ગુજારી

મુંબઈ : મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિક અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા એક દિવસના જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.

આ અરજીમાં વિશેષ ન્યાયાધીશ આરએન રોકડે દ્વારા આજે સવારે મતદાનની પરવાનગી માટે બે રાજકારણીઓની પ્રાર્થનાને નકારી કાઢવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો છે.

વિશેષ ન્યાયાધીશના આદેશને રદ્દ કરવા માટે બંધારણની કલમ 227 અને ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 482નો ઉપયોગ કરતી બે અલગ-અલગ રિટ પિટિશન તરીકે હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના બે વરિષ્ઠ રાજકારણીઓએ તાકીદના ધોરણે રાહતની માંગ કરી છે કારણ કે રાજ્યસભાની ચૂંટણી 10 જૂન (શુક્રવાર) ના રોજ નિર્ધારિત છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)