Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઉત્તરાખંડમાં ફરી દુર્ઘટના : ટિહરીમાં વાન ખીણમાં ખાબકી: 5 લોકોના મોત: 3 ગંભીર

ટિહરી ગઢવાલના ઘુટ્ટુ-ઘણસાલી રોડ પર વાહન ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘુટ્ટુ-ઘણસાલી રોડ પર તેમનું વાહન ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં જ્યાં જેમની સ્થિતિ ગંભીર છે.  ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઓફિસરના જણાવ્યા અનુસાર, '8 લોકો વાહનમાં સવાર હતા. ત્રણ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ગુરુવારે, ટિહરીના ભીલંગાના બ્લોકમાં ઘુટ્ટુ-ઘંસાલી મોટરવે પર એક યુટિલિટી વાન ઊંડી ખીણમાં પડી હતી, જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ તહસીલ પ્રશાસન, પીડબલ્યુડી વિભાગ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.SDRF અને પોલીસે ઘાયલો અને મૃતકોને ખાઈમાં નીચે ઉતારીને બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત યુટિલિટી વ્હીકલ આઠ મુસાફરો સાથે સઈદ ગામથી ઘુટ્ટુ જઈ રહ્યું હતું. પોખર નજીક યુટિલિટી વ્હીકલ અચાનક કાબૂ બહાર જઈને ઊંડી ખીણમાં પડી ગયું હતું, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને એમ્બ્યુલન્સની મદદથી નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર પીલખીમાં મોકલવામાં આવ્યા હતા.

(10:20 pm IST)