Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

શ્રીલંકાના પીએમ રેનીલ વિક્રમ સિંઘેએ કહ્યું -ભારત સિવાય કોઈ પણ દેશે ઇંધણ માટે પૈસા આપ્યા નથી

શ્રીલંકાએ આગામી ૬ મહીના સુધી ટકી રહેવા માટે IMF પાસે ૬ અબજ ડોલરની સહાય માગી

શ્રીલંકાના વડાપ્રધાન રેનીલ વિક્રમ સિંઘેએ કહ્યું હતું કે ભારત સિવાય કોઈ પણ દેશે આપણને ઇંધણ માટે પૈસા આપ્યા નથી. સંસદમાં કરેલાં સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે IMFનાં પ્રમુખ ક્રીસ્ટેલિના જ્યોર્જીવાને તત્કાળ એક ટીમ કોલંબો મોકલવા કહ્યું હતું. જેથી કર્મચારી સ્તરે થયેલી સમજૂતીને અંતિમરૂપ આપી શકાય.

દ્વિપ રાષ્ટ્ર શ્રીલંકાએ આગામી ૬ મહીના સુધી ટકી રહેવા માટે  IMF પાસે ૬ અબજ ડોલરની સહાય માગી છે.

રાજ્ય હસ્તક સીલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડના એન્જિનિયરોએ પાડેલી હડતાલના સંદર્ભમાં બોલતાં વિક્રમ સિંઘેએ કહ્યું હતું કે મહેરબાની કરી તમે ‘બ્લેક આઉટ’ માટેનું કારણ ન બનતા… જો તમે આમ જ કરતા રહેશો તો પછી મને, ભારત પાસેથી સહાય મેળવવાનું કહેતા નહીં. કોઈપણ દેશ ઇંધણ અને કોલસા માટે પૈસા આપતા નથી. ભારત આપે છે. આપણી ભારત સાથેની ક્રેડીટ લાઈનનો પણ છેડો આવી ગયો છે. અમે તે ક્રેડીટ લાઈન લંબાવવા વાતચીત કરી રહ્યા

એક મીડીયા રીપોર્ટ પ્રમાણે વડાપ્રધાને તેમ પણ કહ્યું હતું કે ભારત કૈં સતત સહાયતા કરી શકે નહીં. ભારતમાં જ કેટલાક લોકો પૂછી રહ્યા છે કે તે ચીન તેને શા માટે મદદ કરે છે ? ચીન તેને સહાય કરવાને બદલે તેમ કહે છે કે, તમે પહેલાં તમને જ મદદ કરો.

શ્રીલંકાનાં વિદ્યુત ક્ષેત્રમાં એક સંઘે, બુધવારે કહ્યું હતું કે તેઓ વિદ્યુત કાનૂનના વિરોધમાં અનિશ્ચિત સમયની હડતાલ પર જવાના છે. જો તેમ થાય તો આખા દેશમાં અંધારપટ જ છવાઈ જાય.

(12:00 am IST)