Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

27 જૂને બેન્ક કર્મચારીઓની હડતાલ :દેશભરના સાત લાખ બેંકકર્મીઓ કામકાજથી અળગા રહેશે

ગુજરાતમાં 70000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે

નવી દિલ્હી :  દેશમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ 27 મી જૂને એક દિવસની હડતાળ પર લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે એક દિવસની હડતાળ 2017 થી ભારતીય બેંક એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. સરકારનો અભિગમ ખૂબ જ અસંવેદનશીલ હોવાનો બેંક એમ્પ્લોયી એશોશીએશનનો દાવો બેંક કર્મચારીઓના પડતર માંગણીઓ 5 દિવસની બેંકિંગ અને શનિ રવી રજા નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનનું અપડેટ કરવું, નવી પેન્શન યોજના સ્ક્રેપ કરી જુની યોજના દાખલ કરવી ગુજરાતમાં 70000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે. હડતાળના દિવસે રાષ્ટ્રીયકૃત બેંકની તમામ શાખાઓ કામથી અળગી રહેશે. 

સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ આ મહિનાના અંતમાં હડતાળ પર જવાની ચેતાવણી આપી છે. એટલા માટે જો તમે બેકિંગ સાથે જોડાયેલા કામ ટાળી રહ્યા છો તો તેને તાત્કાલિક પતાવી દો. કર્મચારી સંગઠનોએ જણાવ્યું કે પોતાની માંગોને લઇને તે 27 જૂને હડતાળ પર જઇ શકે છે. કર્મચારીઓની માંગ છે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને પેંશન સંબંધી મુદ્દાનું નિરાકરણ કરવામાં આવે. 

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ બેંક યુનિયનોની સંયુક્ત સંસ્થા યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયને હડતાળ પર જવાનો ફેંસલો કર્યો છે. 

(1:00 am IST)