Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલી વધી : અપરાધની રકમમાંથી અલીબાગમાં જમીન ખરીદી હોવાનો ED નો દાવો : જમીન વેચનારાઓએ પણ સંજય રાઉતે જમીન ખરીદયાની વાતની પુષ્ટિ કરી છે : જેમની પાસેથી જમીન ખરીદી હતી તે 5 માંથી બે લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હોવાની ED ની કોર્ટમાં રજુઆત

મુંબઈ : પત્રચાલ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સોમવારે EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે સંજય રાઉતે ગુનામાંથી મળેલી રકમનો ઉપયોગ મુંબઈના અલીબાગમાં જમીન ખરીદવા માટે કર્યો હતો.

ઇડીએ વિશેષ પીએમએલએ કોર્ટને જણાવ્યું કે જમીન વેચનારાઓએ પણ સંજય રાઉત વતી ખરીદીની પુષ્ટિ કરી છે. સંજય રાઉતે જેમની પાસેથી જમીન ખરીદી હતી તે 5માંથી બે લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. 31 જુલાઈના રોજ સંજય રાઉતના ઘરે દરોડા દરમિયાન જે દસ્તાવેજો મળી આવ્યા હતા તેમાં આ લોકોના નામ પણ મળી આવ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે આ લોકોએ કબૂલ્યું છે કે તેઓને એ જ રકમ મળી છે, જે રિકવર કરાયેલા દસ્તાવેજોમાં દર્શાવવામાં આવી છે. ઇડીએ કહ્યું કે જમીન વેચનારાઓએ સ્વીકાર્યું છે કે તેમને સોદા માટે રોકડ રકમ મળી હતી. તેને આ જમીન સંજય રાઉતને વેચવાની ફરજ પડી હતી. વિશેષ ન્યાયાધીશ એમજી દેશપાંડેએ પણ સંજય રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 31 જુલાઈના રોજ, ઘર પર દરોડા પાડ્યા અને લગભગ 17 કલાક સુધી પૂછપરછ કર્યા પછી, સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:15 pm IST)