Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

હોટલાઈન ઉપર ભારત ચીન વચ્ચે ભારે ઉગ્રતા

બ્રિગેડિયર લેવલની હોટ-લાઈન ઉપરની વાતચીત સીમા ઉલ્લંઘન ફાયરિંગ મુદ્દે બોલાચાલી

ચીન અને ભારત વચ્ચે સરહદ પ્રશ્ને બ્રિગેડિયર લેવલની હોટ-લાઈન ઉપરની વાતચીત દરમિયાન ભારે ઉગ્ર બોલાચાલી થયાનું જાણવા મળે છે. સીમા પર ફાયરિંગ મામલે ભારતીય સેનાએ ચીનનું નિવેદન ખોટુ ગણાવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું છે કે, પહેલું ફાયરિંગ ચીન તરફથી થયું હતું. જ્યારે ચીનનું કહેવું છે કે, પહેલું ફાયરિંગ ભારત તરફથી થયું છે. સેનાના નિવેદન પ્રમાણે 7 સપ્ટેમ્બરે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) આપણી ફોરવર્ડ પોઝીશન નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા હોવા છતા ભારતીય સૈનિકોએ જવાબદારીભર્યું વર્તન કર્યું હતું.

(12:00 am IST)