Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સરહદે તણાવ : ચીનની અવળચંડાઈ : ચીની લશ્કરના વાહનો આગળ ધસ્યા: ભારતની ટેન્કોએ અટકાવી દીધા

અંકુશ રેખાએ ગોળીબારના અહેવાલ વચ્ચે બંને દેશના બ્રિગેડિયર લેવલની બેઠક

નવી દિલ્હી : ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ હથિયારધારી વાહનો સાથે ઘુસવા પ્રયાસ કરેલ પરંતુ ભારતની T90 ટેન્ક રેજીમેન્ટે તેમને થંભાવી દીધેલ હોવાનું ઇન્ડિયા ટુડે જણાવે છે.

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ને લઈને છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. સોમવારે રાત્રે લદ્દાખ ખાતે અંકુશ રેખા નજીક વિતેલા સાડા ચાર દાયકામાં ન થઈ હોય તેવી ઘટના ઘટી છે. અંકુશ રેખા ખાતે સામસામો ગોળીબાર થયો હોવાના અહેવાલ મળ્યા છે. આ ફાયરિંગમાં કોઈપણ દેશના જવાનોને નિશાન બનાવાયા નથી. એકતરફ ભારત-ચીનના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ વાતચીત દ્વારા તણવા ઓછો કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજીતરફ ગોળીબારની ઘટનાથી સ્થિતિ વણસી હોવાના સંકેત મળી રહ્યા છે

(12:00 am IST)