Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ડ્રગ્સ કેસમાં રિયા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવા આદેશ :જમીન નામંજૂર

એનસીબીની ઓફિસમાં બનેલી જેલમાં જ રાત વિતાવશે

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને 1 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) સૌથી મોટી કાર્યવાહી કરતા રિયા ચક્રવર્તીને ડ્રગ્સના કનેક્શનમાં ધરપકડ કરી. ધરપકડ બાદ રિયાને મેડિકલ તપાસ માટે સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મેડિકલ તપાસ બાદ રિયા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈ. જ્યાં કોર્ટે રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે.

એનસીબીએ રિયા ચક્રવર્તીના કેસમાં કોર્ટ પાસેથી 14 દિવસની ન્યાયિક કસ્ટડી માંગી હતી. રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયા માટે જામીન અરજી કરી હતી, જેને કોર્ટે નકારી દીધી છે. હવે મંગળવારની રાત રિયાને એનસીબીની ઓફિસમાં બનેલી જેલમાં રાખવામાં આવશે, કારણે કે જેલ મૈન્યુઅલ મુજબ સૂર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીને એન્ટ્રી આપવામાં આવતી નથી.

અદાલતે ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે રિયાની ન્યાયિક કસ્ટડી અંગે ચુકાદો આપ્યો હતો. આમાં રિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ત્યારબાદ રિયાના વકીલ સતીષ માનશીંદે દ્વારા દાખલ કરેલી જામીન અરજીની સુનાવણી થઈ હતી. બાદમાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. એનસીબીએ કોર્ટ સમક્ષ રિયાની જામીનનો વિરોધ કર્યો હતો. રિયા હવે મંગળવારે રાત્રે રિયા ઘરે જશે નહીં.

રિયાની જામીન અરજી નામંજૂર થયા બાદ હવે રિયાના વકીલ સતીષ માનશીંદે બુધવારે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે છે. જો ત્યાંથી પણ જામીન નહીં થાય તો હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે છે. રિયાના કિસ્સામા સૌથી મોટી અડચણ સેક્શન 27 (A) છે. કલમમાં 10 વર્ષની જેલની સજા છે. રિયા વિરુદ્ધ કલમ લગાવવામાં આવી છે. 27 (A)માં ગેરકાયદેસર ડ્રગ હેરાફેરીમાં નાણાંના વ્યવહારનો કેસ આવે છે. તેમાં ગુનેગારોને 10 વર્ષની સજાની જોગવાઈ છે. હવે જે કલમમાં 10 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય છે, કોર્ટ આવા કેસોમાં સામાન્ય રીતે જામીન આપતી નથી.

કેસમાં એનસીબીને લાગે છે કે રિયાએ છેલ્લા ત્રણ દિવસમાં આપેલી માહિતી પૂરતી છે, તેથી હવે પૂછપરછ કરવાની જરૂર નથી. એનસીબીએ પહેલા દિવસે લગભગ 6 કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. બીજા દિવસે રિયાની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રીજા દિવસે મંગળવારે 3 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ રિયા ચક્રવર્તીને એનસીબીએ ધરપકડ કરી છે.

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી ધરપકડ છે. જોકે ધરપકડ ડ્રગ પેડલિંગ કેસમાં થઇ છે.

 

(8:33 am IST)