Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

હવે ટેસ્ટીંગમાં વધારો કરાયો

મહારાષ્ટ્ર- આંધ્ર- કર્ણાટક- યુપી-તામિલનાડુમાં ૬૨ ટકા એકટીવ કેસ : ૭૨% દર્દીના મોત

નવી દિલ્હી,તા.૯ : કેન્દ્ર સરકારે મંગળવારે ૫ રાજયોનો ઉલ્લેખ કર્યો જયાં દેશના કુલ કેસના ૬૨% એકિટવ કેસ રહેલા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ છે. દેશમાં કોરોના વાયરસના કેસને વધતા અટકાવવા માટે ટેસ્ટની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

આ પાંચ રાજયો એટલે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકા, ઉત્ત્।રપ્રદેશ અને તામિલનાડુ છે જયાં કુલ કેસના ૬૨% એકિટવ કેસ અને ૭૨% કોરોનાના દર્દીઓના મોત થયા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૪,૨૮૦,૪૨૨ થઈ ગયો છે. જેમાંથી દેશમાં ૮,૮૩,૬૯૭ એકિટવ કેસ છે. આ સાથે કુલ ૭૨,૭૭૫ દર્દીઓના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં દેશના કુલ એકિટવ કેસમાંથી ૨૬.૮% છે, જેનો આંકડો ૨.૩ લાખ થાય છે, જયારે કુલ પોઝિટિવ કેસ ૯.૨ લાખ છે. બીજી તરફ તામિલનાડુમાં ૫.૮% એકિટવ કેસ છે, જે ૫૧,૨૦૦ થાય છે.

૧૪ જેટલા રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકિટવ કેસનો આંકડો ૫૦૦૦ કરતા પણ ઓછા છે.

જે ૫ રાજયો એકિટવ કેસમાં ટોપ પર છે તેમાં ઉત્તરપ્રદેશમાં બાકી ૪ રાજયો કરતા મોટા પ્રમાણમાં દરરોજ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. પાછલા ૨૪ કલાકમાં થયેલા ટેસ્ટમાં ૨૫માંથી ૧ કેસ ઉત્તરપ્રદેશમાં પોઝિટિવ આવી રહ્યો છે, જયારે મહારાષ્ટ્રમાં ૫માંથી એક ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યો છે.

મંગળવારે ફરી એકવાર પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે, જેમાં ૮૯,૦૦૦ જેટલા નવા કેસ નોંધાયા છે, જે સોમવારે નોંધાયેલા કેસ કરતા ૧,૧૨૫ વધુ છે.

(9:49 am IST)