Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મોટો આંચકો ! એક વ્યકિત બીમાર પડતાં ઓકસફોર્ડ વેકસીન ટ્રાયલ અટકાવાયું

કોરોના વાયરસની વિરૂધ્ધ ચાલી રહેલી લડાઇને એક મોટો આંચકો લાગ્યો છે

લંડન,તા.૯: કોરોના વાયરસ ની વિરુદ્ઘ ચાલી રહેલી લડાઈને એક મોટો આંચકો લાગ્યો છે. એસ્ટ્રાજેનેકા અને ઓકસફોર્ડ યુનિવર્સિટીની વેકસીન ના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યકિતના બીમાર પડ્યા બાદ રોકી દેવામાં આવ્યું છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ એક રૂટીન બ્રેક છે કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યકિતની બીમારી વિશે હજુ સુધી કંઈ સમજમાં નથી આવી રહ્યું.

આ વેકસીનનું નામ AZD1222 રાખવાનમાં આવ્યું હતું. WHO મુજબ દુનિયાના અન્ય વેકસીન ટ્રાયલની તુલનામાં આ સૌથી આગળ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, ભારત સહિત અનેક દેશોની નજર ઓકસફર્ડ યુનિવર્સિટીની વેકસીન પર ટકેલી છે. હાલ દુનિયાભરમાં લગભગ એકડ ડઝન સ્થળે કોરોના વેકસીનના ટ્રાયલ ચાલી રહ્યું છે પરંતુ એકસપર્ટ્સનું માનીએ તો ઓકસફર્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ સૌથી આગળ છે. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે અને ખૂબ આશા છે કે બજારમાં સૌથી પહેલા આવનારી વેકસીનમાં ઓકસફર્ડ યુનિવર્સિટી જ હશે.

AFPના અહેવાલ મુજબ, સમગ્ર દુનિયામાં ચાલી રહેલા ટ્રાયલને હાલ રોકી દેવામાં આવ્યા છે અને હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ તેને ફરીથી શરુ કરી શકાશે. વેકસીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં હજારો લોકો સામેલ થાય છે અને તેમાં અનેકવાર અનેક વર્ષ લાગે છે. કોરોના વેકસીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં લગભગ ૩૦ હજાર લોકો સામેલ છે.

ઓકસફર્ડ યુનિવર્સિટીના પ્રવકતાએ કહ્યું કે, મોટા ટ્રાયલમાં બીમાર પડવાની પૂરી આશંકા છે પરંતુ તેને ધ્યાનપૂર્વક ચેક કરવા માટે તેની સ્વતંત્ર તપાસ ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે આ બીજી વાર થયું છે જયારે ઓકસફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાયરસના વેકસીન ટ્રાયલને રોકવામાં આવ્યું છે.

(11:13 am IST)