Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૫ દિવસમાં પકડાયા ૫ આતંકીઃ દિલ્હી હતું નિશાના ઉપર

દિલ્હીના ભીડભાડવાળા બજારો ટાર્ગેટ પર હતાઃ તેઓનો પ્લાન બજારોમાં બોંબ વિસ્ફોટ કરવાનો હતો

નવી દિલ્હી, તા.૯: દિલ્હીમાં પોલીસના સ્પેશિયલ સેલે છેલ્લા ૧૫ દિવસમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ૫ સભ્યોની ધરપકડ કરી છે. જેમાં ૪ આતંકી ખાલિસ્તાન આંદોલન સાથે જોડાયેલા છે અને ૧ આઈએસકેપીનો સભ્ય છે. ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસને જોતા તે દિલ્હી સહિત દેશના પ્રમુખ શહેરોમાં આતંકી હુમલાનો ખતરો વદ્યારો હોય છે. જેથી આ દરમિયાન સ્પેશિયલ સેલના સૂચનાના આદ્યારે ૨૨ ઓગસ્ટના ધોલા કુવા રિંજ વિસ્તારમાં આઈએસકેપીના સભ્ય મોહમ્મદ ખાનની ધરપકડ કરી હતી. આ ધરપકડ અથડામણ દરમિયાન થઈ હતી.

દિલ્હીમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. એક આતંકીએ પુછપરછમાં આ ખુલાસો કર્યો છે. આ ખુલાસો આંતકી મોહમ્મદ મુસ્કીમ ખાનની પુછપરછમાં થયો છે.

દિલ્હીના ભીડભાડવાળા બજારો ટાર્ગેટ પર હતા. તેઓનો પ્લાન બજારોમાં બોંબ વિસ્ફોટ કરવાનો હતો.  જોકે આતંકી પાસેથી વિસ્ફોટ સામાગ્રી પણ કબ્જે કરાઈ છે. દિલ્હી પોલીસની સ્પે ટીમે વધુ તપાસ હાથ ધરી છે. ગુપ્તચર એજન્સીઓને હુમલાને લઇને  એલર્ટ આપ્યુ હતું.

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે સોમવારે આતંકી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં અથડામણ દરમિયાન પકડાયેલા આ આતંકીઓની ઓળખ ભૂપેન્દર આલિયાસ દિલાબર સિંહ અને કુલવંત સિંહ તરીકે કરવામાં આવી હતી. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારુગોળા મળી આવ્યાં હતી. બંને પંજાબના લુધિયાણાના રહેનારા હોવાનું સામે આવ્યું હતું. પંજાબમાં બંને કેટલાક સંગીન કેસોમાં મોસ્ટ વોન્ટેડ પણ છે.

ગ્ધ્ત્ને બબ્બર ખાલસા પણ કહેવામાં આવે છે. આ ભારતમાં એક ખાલિસ્તાન આતંકવાદી સંગઠન છે. ભારતીય અને બ્રિટીશ સરકાર શિખ સ્વતંત્ર રાજયનું નિર્માણના કારણે બબ્બર ખાલસા એક આતંકવાદી જૂથ માનવામાં આવે છે, જયારે તેમના સમર્થકો તેને વિરોધ માને છે.   બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ૧૯૭૮માં બનાવામાં આવ્યું હતું. પરંતુ ૧૯૯૦ના દાયકામાં કેટલાક વરિષ્ઠ સભ્ય અથડામણમાં માર્યા ગયા, ત્યાર બાદ આ આતંકી સંગઠનનો પ્રભાવ ઘટી ગયો હતો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને કેનેડા, જર્મની, ભારત અને યુનાઇટેડ કિંગડમ સહિત કેટલાક દેશમાં એક આતંકવાદી સંગઠન તરીકે ગણવામાં આવે છે.

(10:21 am IST)