Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરક્ષાદળોને મોટી સફળતા : જવાહર ટનલ પાસેથી બે આતંકીઓ ઝડપાયા : તપાસમાં મોટા ખુલાસા થઇ શકે

મોટીમાત્રામાં હથિયારોનો જથ્થો છ ચીની પિસ્તોલ અને IID થી ભરેલો બોક્સ મળ્યો

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા મળી છે. ટ્રક દ્વારા કાશ્મીર જઇ રહેલા બે આતંકીઓને સુરક્ષાદળો દ્વારા કુલગામમાં જવાહર ટનલ પાસે મોડી સાંજે ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી બે AK-47 રાઇફલ, IID થી ભરેલા બોક્સ મળ્યાં છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેઓની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ અગાઉ પણ ટ્રકમાં આતંકીઓની ઘાટી જવાની પુષ્ટી થઇ ગઇ છે. પુલવામા હુમલામાં સામેલ જૈશ આતંકી પણ ટ્રક દ્વારા જ જમ્મૂ થઇને શ્રીનગર પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યું અનુસાર ગુપ્ત મળેલી સૂચનાના આધાર પર સુરક્ષા દળોએ જમ્મૂથી શ્રીનગર તરફ જઇ રહેલા ટ્રકને જવાહર ટનલ પાસે રોકી હતી.

તપાસ દરમિયાન બંને આતંકીઓને પકડવામાં સફળતા મળી. તેમની પાસે બે મેગેઝીનની સાથે એક AK-47 રાઇફલ, ત્રણ મેગઝીનની સાથે M-4 યૂએસ કાર્બાઇન, 12 મેગેઝીનની સાથે છ ચીની પિસ્તોલ અને IID થી ભરેલો બોક્સ મળ્યો. પોલીસ સૂત્રોએ આતંકીઓની ધરપકડની પૂષ્ટી કરી છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલમાં પુછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યાંથી આવી રહ્યાં હતા અને ક્યા જઇ રહ્યાં હતા અને હથિયાર તેમની પાસે કઇ રીતે પહોંચ્યા. સૂત્રોના જણાવ્યાં અનુસાર પકડાયેલા બંને આતંકીઓ સ્થાનિક છે. તેમની ઓળખ શોપિયા જિલ્લાના છોટીપોરાના બિલાલ અહમદ તેમજ શાહનવાજ અહમદ મીર તરીકે થઇ છે.

(10:59 am IST)