Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૨૪ કલાકમાં ૮૯૭૦૬ કેસ : ૧૧૧૫ના મોત : કુલ કેસ ૪૩ લાખ ઉપર

દેશમાં કોરોનાના કેસ એકધારા વધી રહ્યા છે : કુલ કેસનો આંકડો ૪૩,૭૦,૧૨૮ : એકિટવ કેસ ૮,૯૭,૩૯૪ : સાજા થયા ૩૩,૯૮,૮૪૪ : મૃત્યુઆંક ૭૩,૮૯૦: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૨૦ હજારથી વધુ કેસ અને ૩૮૦ લોકોના મોત : ભારતમાં ગઇકાલે ૧૧ લાખથી વધુનું ટેસ્ટીંગ : કુલ આંકડો ૫૫૧૮૦૪૬૭૭

નવી દિલ્હી તા. ૯ : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો ૪૩ લાખને પાર કરી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૯૭૦૬ નવા કેસ આવ્યા છે. એ સાથે ૨૪ કલાકમાં જ ૧૧૧૫ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૪૩,૭૦,૧૨૯ થવા પામી છે અને વાયરસથી મરનારાનો આંકડો પણ વધીને ૭૩,૮૯૦ થયો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૩૩,૯૮,૮૪૫ લોકો સાજા થયા છે. કોરોનાના અત્યારે ૮૯૭૩૯૪ એકટીવ કેસ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં દર ૧૦ લાખની વસ્તીમાં ૩૧૦૨ દર્દીઓ મળે છે જે વિશ્વના અન્ય દેશોના મુકાબલે ઓછો છે. દેશમાં કુલ ૫૧૮૦૪૬૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૪૫૪૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહીં કુલ ૯૪૩૭૭૨ કેસ નોંધાયા છે અને ૨૭૪૦૭ના મોત થયા છે. તામિલનાડુમાં ૮૦૧૨, ઉત્તરપ્રદેશમાં ૪૦૪૮, પ.બંગાળમાં ૩૬૭૭, કર્ણાટકમાં ૬૬૮૦, દિલ્હીમાં ૪૬૧૮, આંધ્રમાં ૪૫૬૦ લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં ગઇ કાલે વધુ ૩૮૦ લોકોના મોત થયા હતા અને ૨૦૧૩૧ કેસ સામે આવ્યા હતા.

(11:11 am IST)