Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

માત્ર ૫% ભારતીયોને છોડી બાકી લોકો...

અર્થવ્યવસ્થા પર ચેતન ભગતનો કટાક્ષ

મુંબઇ,તા.૯: જાણીતા લેખક ચેતન ભગત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ છે. ચેતન ભગત તેમના પુસ્તકો તેમજ તેમના દોષરહિત વિચારો માટે જાણીતા છે. સમકાલીન મુદ્દાઓ પર, ચેતન ભગત પણ બેબાકીથી પોતાનો અભિપ્રાય વ્યકત કરે છે.

તાજેતરમાં જ તેમણે અર્થવ્યવસ્થા વિશે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, ૫% લોકો સિવાય બાકીનાં ભારતીય અર્થવ્યવસ્થાની કેમ પરવા કરતા નથી. તેમને લાગે છે કે તેનો કોઈ સીધો સંબંધ તેમની સાથે નથી. ચેતન ભગતનાં આ ટ્વીટ વિશે યુઝર્સ પણ ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. ચેતન ભગતે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'ફકત ૫ ટકા ભારતીઓ સિવાય અર્થવ્યવસ્થાની ચિંતા કેમ કોઇ કરતા નથી. તેઓને લાગે છે કે તેનાથી તેમનો કોઈ સીધો સંબંધ નથી.

સસ્તા ૪ જી ડેટા એટલે મગજનાં બાકી મુખ્ય મુદ્દાઓથી ધ્યાન હટાવવું. તેઓ ફકત મનોરંજન અને ભાવનાઓથી ભરપૂર સમાચાર ઇચ્છે છે, અર્થવ્યવસ્થા વિશે તો બિલકુલ નહીં.' આ સિવાય ચેતન ભગતે અનેક ટ્વીટ્સ કર્યા જેમાં તેમણે જીડીપી અને નોકરીઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમા, ચેતન ભગતે લખ્યું,'ઓછો જીડીપી, ઓછી નોકરીઓ, વધુ હતાશા, ટ્વિટર પર વધુ ગુસ્સો અને નફરત.'

આપને જણાવી દઇએ કે, ચેતન ભગતનાં ઘણા પ્રખ્યાત પુસ્તકો પર બોલિવૂડમાં ફિલ્મો બનાવવામાં આવી છે, જે ખૂબ સુપરહિટ રહી છે. આ ફિલ્મોમાં આમિર ખાનની '૩ ઇડિયટ્સ', સલમાન ખાનની 'કિક', આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની '૨ સ્ટેટ્સ' અને સુશાંત સિંહ રાજપૂતની 'કાઇ પો છે!' શામેલ છે. તાજેતરમાં જ તેમની નવી પુસ્તક 'વન એરેન્જડ મર્ડર' નું સિનેમાનું ટ્રેલર રિલીઝ થયું છે, જેમા અભિનેતા વિક્રાંત મૈસીનો જબરદસ્ત લુક જોવા મળ્યો છે. પુસ્તકનું ટ્રેલર જોઇને અંદાજ લગાવી શકાય છે કે આ વાર્તા બે મિત્રોની છે, જેમાંથી એકનાં લગ્ન થઇ જાય છે અને પછી હત્યા...

(11:14 am IST)