Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

હિમાચલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ

દેશનું પ્રથમ રાજય બન્યું સફળતાપૂર્વકના પ્રારંભ માટે ૪૩ સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન

શિમલા, તા. ૯ : હિમાચલમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ ર૦ર૦ને તત્કાલ પ્રભાવથી લાગુ કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે મોડી સાંજે રાજયપાલ દ્વારા મંજૂરી મળતા જ શિક્ષણ સચિવે આ અંગેને અધિસૂચના જાહેર કરી દીધી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનાર હિમાચલ પ્રદેશ દેશનો પ્રથમ રાજય બન્યું છે. તેને સફળતાપૂર્વક લાગુ કરવા માટે ૪૩ સભ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રી ગોવિંદસિંહ ઠાકુર ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બનાવામાં આવ્યા. જયારે સમગ્ર શિક્ષા અભિયાનના રાજય પરિયોજના નિદેશનને સભ્ય સચિવ નિયુકત કરવામાં આવ્યા. ટાસ્ક ફોર્સમાં વિવિધ વિભાગોના સચિવ, વિશ્વવિદ્યાલયોના કુલપતિ અને શાળા-કોલેજોના શિક્ષકોને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

શિક્ષણ સચિવ રાજી શર્માએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સે શિક્ષણ, સ્વાસ્થ્ય, ટેકનીકલી શિક્ષણ, નાણા, યુવા અને ખેલસેવાઓ અને સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અતિરિકત મુખ્ય સચિવ તેમજ પ્રધાન સચિવ તેમજ સચિવ, શાળા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને હાયર એજયુકેશન કાઉન્સીલના અધ્યક્ષ એચપીયુ ઉપરાંત કલસ્ટર વિવિધમંડી ઉચ્ચ શિક્ષા નિર્દેશક, પ્રારંભિક શિક્ષા નિર્દેશક એસસીઇઆરટી સોલન અને ડાઇટ શિમલાના પ્રિન્સિપાલ પણ સભ્ય હશે. માનનીય સભ્યોમાં કેન્દ્રીય વિવિધ ધર્મશાળાના કુલપતિ સહિત અનેક શિક્ષકો અને શિક્ષાવિદ્દોને સામેલ કરવામાં આવ્યા છે.

(11:39 am IST)