Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભારતમાં પરત ફરવા ચાઈનીઝ કંપની ટેસેન્ટ ગેમ્સથી છુટુ પડ્યુ PUBG કોર્પો,

ભારતમાં PUBG નું સંચાલન કરતી ચાઇનીસ ફ્રેન્ચાઈસી ટેસેન્ટ ગેમ્સને દૂર કરવાની સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી : ડેટા ચોરી અને સુરક્ષાના કારણોસર તાજેતરમાં ભારત સરકારે અનેક ચાઇનીસ એપ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે જેમાં બેટલ ફિલ્ડ ગેમ PUBG નો પણ સમાવેશ થાય છે. આમ તો PUBG દક્ષિણ કોરિયાની કંપની PUBG Croporation દ્વારા તૈયાર કરાયેલી ગેમ છે પરંતુ ભારતમાં તેનું સંચાલન ચાઇનીસ ફ્રેન્ચાઇઝી દ્વારા કરવામાં આવતું હતું. ચાઇનીસ કંપની ટેસેન્ટ ગેમ્સ ભારતમાં PUBG MOBILE Nordic Map: Livik and PUBG MOBILE Lite નું સંચાલન કરતી હતી. પબ્જી ગેમની ભારતમાં લોકપ્રિયતા જોતા, PUBG Croporation એ તેમની વેબસાઈટ ઉપર સત્તાવાર નિવેદન જારી કરતા ભારત સરકારના નિર્ણયને સમજી અને આદર કરતા ભારતમાં PUBG નું સંચાલન કરતી ચાઇનીસ ફ્રેન્ચાઈસી ટેસેન્ટ ગેમ્સને દૂર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

(11:53 am IST)