Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભારતીય વાયુસેનામાં થશે રાફેલની એન્ટ્રી

ફ્રાંસના સંરક્ષણ પ્રધાન અને રાજનાથસિંહ રહેશે હાજર

નવી દિલ્હી તા. ૯ : ભારતીય વાયુસેનાની રાફેલ આવવાથી વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં આજે યુદ્ઘ વિમાન રાફેલ ઔપચારિક રીતે સામેલ થશે. અંબાલા એરબેઝ પર આયોજિત કાર્યક્રમમાં ફ્રાંસના સંરક્ષણ પ્રધાન અને રાજનાથસિંહ પણ સામેલ થવાના છેઙ્ગ કાર્યક્રમ બાદ બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.

ભારતને ડીલ પ્રમાણે ફ્રાંસ પાસેથી પાંચ વિમાન મળ્યા છે. આ પહેલા ૧૯૯૭માં ભારતે ફ્રાંસ પાસેથી સુખોઈ વિમાન ખરીદ્યા હતા. ભારતે ફ્રાંસ સાથે ૨૦૧૬માં ૫૯ હજાર કરોડમાં ૩૬ રફાલ વિમાન ખરીદ્યા છે. જે અંતર્ગત ભારતને પાંચ વિમાન મળી ગયા છે.ઙ્ગ ભારતને પહેલી ખેપમાં ૧૦ વિમાન મળવાના હતા.

જોકે પાંચ વિમાન ફ્રાંસમાં ટ્રેનિંગમાં છે. ત્યારે વિમાનની પહેલી સ્કવોડ્રન અંબાલા અને બીજી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસિમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.

(12:51 pm IST)