Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૫ ઓકટોબર સુધીમાં દેશમાંથી ચોમાસાની વિદાય

દેશમાં સામાન્યથી ૭ ટકા વધુ વરસ્યોઃ હવામાન ખાતુ : ૧૭મી પછી કોસ્ટલ કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હીઃ દેશના જુદા જુદા ભાગોમાં ચોમાસું સક્રિય જોવા મળેલ. છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, સિકિકમ, પૂર્વ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર. છત્તીસગઢ, દિલ્હી, હરિયાણામાં વરસાદ પડયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી સામાન્ય કરતા ૭ ટકા વધુ વરસાદ થયો છે. ગત ઓગષ્ટ મહિનાની જેમ સપ્ટેમ્બરમાં પણ આ વખતે વધુ વરસાદ પડી શકે છે. કર્ણાટક અને કેરળમાં ૧૧ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. ૅૅં તામિલનાડુ, પોંડીચેરી અને કરાઈકલમાં આજે ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં ૧૩ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ ઓછો થવાની સંભાવના છે. ૧૭ સપ્ટેમ્બર પછી કોસ્ટલ કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં સામાન્ય કરતા વધારે વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસું ૧૫ ઓકટોબર સુધીમાં દેશમાંથી સંપૂર્ણ પાછું ખેંચશે.

બિહાર અને બંગાળમાં પણ વરસાદની શકયતા

તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટક સહિત ઇશાન ભારતમાં ભારે વરસાદ અને રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.(૩૦.૫)

તા. ૧૩, ૧૪, ૧૭, ૧૮ સપ્ટેમ્બરના ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદની શકયતા

કોસ્ટલ કર્ણાટકા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતના અમુક ભાગોમાં તા. ૧૩, ૧૪ અને તા. ૧૭, ૧૮ સપ્ટેમ્બરના ભારે વરસાદ પડશે. સુરત, પાલઘર અને મુંબઇમાં પણ શકયતા. તેમ વેધર વોચર શ્રી કેન્નીએ જણાવ્યું છે.

(2:44 pm IST)