Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શહેરને લગતા કયા કયા હાઇવે પર હેલ્મેટ પહેરવી પડશે?

કેસરી હિન્દ પુલ, ચુનારાવાડ ચોક, માલિયાસણ, મારવાડી કોલેજ, કુવાડવા ગામ, કુવાડવા જીઆઇડીસી, કુચીયાદળનું પાટીયુ, કાગદડીનું પાટીયું, સાત હનુમાન, ભગીરથ પેટ્રોલ પંપ સહિતના અનેક રસ્તાઓ બ્લેક પોસ્ટ જાહેર કરાયા

રાજકોટ તા. ૯: વાહન અકસ્માતના બનાવોમાં મૃત્યુદર વધ્યો હોઇ અને ગંભીર ઇજાનું પ્રમાણ વધ્યું હોઇ હેલ્મેટ ફરજીયાત બનાવવા તા. ૯થી તા. ૨૦ સુધી આ માટે ખાસ ડ્રાઇવ યોજવાની સુચના આપવામાં આવી હોઇ હાલ આ ડ્રાઇવ હાઇવે પર શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. તેમજ શહેરને લગત હાઇવે પરના કયા કયા રસ્તાઓ પર હેલ્મેટનું વધુ ચેકીંગ થશે તેની જાણકારી આપી છે.

પોલીસ કમિશનર શ્રી અગ્રવાલના કહેવા મુજબ હેલ્મેટ ચેકીંગ જ્યાં વધુ થશે તે બ્લેક પોસ્ટ તરીકે જાહેર થયેલા રસ્તાઓમાં માસુમ વિદ્યાલય અમદાવાદ રોડ (યાર્ડ સામે), આરટીઓ ઓફિસ માર્કેટ યાર્ડ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશનવાળો રોડ, સંત કબીર રોડ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી મોરબી રોડ, કેસરી હિન્દ પુલ, ચુનારાવાડ ચોક, માલિયાસણ, મારવાડી કોલેજ, કુવાડવા ગામ, કુવાડવા જીઆઇડીસી, કુચીયાદળનું પાટીયુ, કાગદડીનું પાટીયું, સાત હનુમાન, ભગીરથ પેટ્રોલ પંપ, કુવાડવા ગામનું તળાવ, માર્કેટ યાર્ડ, ત્રંબા, વિઠ્ઠલવાવ,   પીરવાડી, ખોખડદળ, આજીનદીનો પુલ, ગમારા પેટ્રોલ પંપ, કોઠારીયા ગામ, ગોંડલ રોડ ચોકડી, મહિકા ગામ, સરધાર, અણીયારા, લાખાપર, ગોંડલ રોડ જુનુ ટોલ નાકુ, માધાપર ચોકડી, માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રોડ, એસઆરપી કેમ્પ, આત્મિય કોલેજ, કણકોટ પાટીયું, કોસ્મોપ્લેકસ સિનમા સહિતના રસ્તાઓ બ્લેક પોસ્ટ જાહેર કરાયા છે.

આ તમામ પોઇન્ટ રસ્તાઓ પર વધુને વધુ હેલ્મેટ ચેકીંગ કરવામાં આવશે. શહેર પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક શાખા તથા સીસીટીવીના માધ્યમથી હેલ્મેટની કામગીરી થશે. જેથી ઉપર જણાવેલા માર્ગો-પોઇન્ટ પરથી પસાર થનારા ટુવ્હીલર ચાલકોએ જો હેલ્મેટ નહિ પહેર્યા હોય તો દંડ ભરવો પડશે. અકસ્માતોમાં થતી ગંભીર ઇજાઓથી બચી શકાય અને જીવ બચાવી શકાય તે માટે હેલ્મેટ પહેરવું આવશ્યક છે. વળી કોરોના વાયરસની મહામારીમાં હેલ્મેટ ફેસકવરનું કામ પણ કરી શકે છે. તેમ વધુમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(3:13 pm IST)