Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

દેશના સામાન્ય લોકોને કોરોનાની રસી મળતા કદાચ આવતું વર્ષ પણ નીકળી જાય

દેશના ખૂણે-ખૂણે રસી આપવી એ કાર્ય અઘરૂ : હાલ ભારતમાં ત્રણ કંપનીઓ વેકિસન બનાવવાની કામગીરીમાં લાગેલી છે, અને તેનું ત્રીજા સ્ટેજનું પરિક્ષણ ચાલુ છે

મુંબઈ,તા.૯ : દેશમાં સામાન્ય લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ બનતા કદાચ આવતું વર્ષ પણ નીકળી જાય. રસીને વિકસાવવાના કાર્ય સાથે સંકળાયેલા એકસપર્ટ્સનું માનીએ તો, ૨૦૨૦માં અંતમાં જ તેને માન્યતા મળી જશે, પરંતુ ૨૦૨૧ના અંત ભાગ પહેલા તેને દેશની વિશાળ જનસંખ્યા સુધી મોટા પડકારથી કમ નહીં હોય. દેશના ખૂણે-ખૂણા સુધી રસી પહોંચાડવાનું કામ અને તેની કોરોના સામે રક્ષણ આપી શકવાની મર્યાદિત ક્ષમતા તમામ લોકોને તેનો ડોઝ આપવાની તારીખ પાછી ઠેલી શકે છે. હાલ ભારત બાયોટેક, સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ઝાયડસ કેડિલાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરુ કરી છે. જેનું રિઝલ્ટ બે મહિનામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ, અમેરિકા જેવા દેશમાં રસી બનાવવાની પ્રક્રિયા ઓર ઝડપથી ચાલી રહી છે.

રસી વિકસાવવાની પ્રક્રિયામાં મદદ કરી રહેલી નોર્વે સ્થિત એક એનજીઓ કોલશન ઓફ એપિડેમિક પ્રિપેર્ડનેસ એન્ડ ઈનોવેશનના વાઈસ ચેરમેન ગગનદીપ કાંગનું કહેવું છે કે ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ ૨૦૨૦ના અંત સુધીમાં આવે તેવી શકયતા છે. રસીની ક્ષમતા અંગેની વિગતો મળી જાય પછી કંપનીઓ તેના માસ પ્રોડકશનની મંજૂરી લેવા પ્રક્રિયા શરુ કરશે. તેમને લાઈસન્સ મળી જાય ત્યારબાદ ૨૦૨૧ના અંત સુધીમાં રસી સામાન્ય લોકોને આપવા તૈયાર કરી શકાશે.

વિશ્વના અન્ય દેશોમાં સરકારો પોતાની જનતા માટે અત્યારથી રસીહાલ ભારતમાં ત્રણ કંપનીઓ વેકિસન બનાવવાની કામગીરીમાં લાગેલી છે, અને તેનું ત્રીજા સ્ટેજનું પરિક્ષણ ચાલુ છે ઓર્ડર આપી રહી છે, અને કોને પહેલા ડોઝ અપાશે તેની યાદી બનાવાઈ રહી છે. હેલ્થકેર વર્કર્સ અને જીવનજરુરી ચીજવસ્તુ અને સેવા સાથે સંકળાયેલા લોકોને પહેલા રસી અપાય તેવી શકયતા છે. બીજી તરફ, કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોનાની રસીની વાયરસ સામે રક્ષણ આપી શકવાની ક્ષમતા મર્યાદિત હશે. જેથી વૃદ્ઘો અને કોમોર્બિડિટી ધરાવતા લોકોને રસી તેમના માટે સેફ છે તેવા નક્કર પુરાવા ના મળે ત્યાં સુધી તેનો ડોઝ નહીં આપી શકાય.

કોરોના મટી ગયા બાદ કેટલાક દર્દીના શરીરમાં એન્ટીબોડીની ગેરહાજરી જોવા મળી રહી છે, તો કેટલાકને સાજા થયાના થોડા મહિનામાં ફરી ચેપ લાગ્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેવામાં વેકિસન કોરોના સામે કેટલો સમય રક્ષણ આપી શકે છે તેની નક્કર માહિતી મેળવવા માટે તેની ટ્રાયલ ૭૦ હજાર જેટલા લોકો પર બે વર્ષ સુધી કરવામાં આવશે તેમ કોરોનાની વેકિસન બનાવી રહેલી અમેરિકન ફાર્મા કંપની Pfizerના સીઈઓ એલ્બર્ટ બોર્લાએ જણાવ્યું હતું.એકસપર્ટ્સનું એમ પણ માનવું છે કે ભારત જેવા દેશમાં આંતરિયાળ વિસ્તારોમાં રસી પહોંચાડવા માટે કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાય ચેનને લગતા પણ મોટા ઈશ્યૂ છે. લોજિસ્ટિક ફર્મ DHL અને કન્સલ્ટિંગ કંપની મેકેન્ઝીના રિપોર્ટ પ્રમાણે આગામી બે વર્ષમાં દુનિયાભરમાં રસી પહોંચાડવા ૧૫ હજાર જેટલી ફ્લાઈટ્સની જરુર પડશે. દક્ષિણ ગોળાર્ધના દેશોમાં યોગ્ય તાપમાન મેઈન્ટેન રાખી આ રસીને પહોંચાડવી ઓર પડકારજનક હશે.

(3:15 pm IST)