Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

તારીખ પે તારીખઃ ચોથી વાર ઇજનેરી કોર્ટમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઇઃ પ્રવેશ કાર્યવાહી અધ્ધરતાલ

રજીસ્ટ્રેશનની મુદત વધારવા છતા ૨૨ હજાર બેઠકો ખાલી રહેવાની સ્થિતિ

રાજકોટ, તા.૯: ધો.૧૨ વિજ્ઞાન પ્રવાસના પરીણામ પછી ઇજનેરી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પહેલા કોરોના... વરસાદ... પુરની સ્થિતીમાં સતત ત્રણ વખત રજીસ્ટ્રેશનની મુદતમાં વધાર્યા ાદ બાદ હવે ફરી પાછી વધારો થયો છે. એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશ માટે હવે ૧૧મી સુધી રજીસ્ટ્રેશનની મુદત વધારવામાં આવી છે.

પ્રવેશ સમિતિ દ્વારા તાજેતરમાં ગુજકોટના પરીણામ બાદ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાના બદલે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવી દેતા પ્રવેશ કાર્યવાહી કયારે ૧/૨ થશે તે અધ્ધરતાલ છે.ડીગ્રી ઇજનેરી કોર્ટમાં પહેલા તા.૮ ઓગષ્ટ, બાદ ૨૮ ઓગષ્ટ બાદ ફરી પ સપ્ટે. અને હવે  તા.૧૧ સપ્ટે. સુધી રજીસ્ટ્રેશનની મુદત લંબાવી છે. પ્રવેશ માટે કેટલાક વિદ્યાર્થીઓ હાલની પરિસ્થિતીમાં રજીસ્ટ્રેશન બાકી રહી ગયાની રજુઆત અને લગાવીને કારણે તા.૧૧ સપ્ટેમ્બર કરવામાં આવી છે.ઇજનેરી કોર્ટમાં પ્રવેશની મુદત વધારવા છતા ૨૨ હજારથી વધુ બેઠકો ખાલી રહે તેવુ રજીસ્ટ્રેશનની સંખ્યા ઉપરથી જોઇ શકાય છે.

(3:17 pm IST)