Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રેલ્વે સ્લીપર જનરલ કોચને AC કોચમાં અપગ્રેડ કરશે

અપગ્રેડ કરવામાં આવેલા સ્લીપર કોચને ઇકોનોમિકલ AC- 3 -ટિયર કહેવામાં આવશે

નવી દિલ્હી તા. ૯ : ભારતીય રેલ્વે યાત્રીઓ માટે સુવિધામાં સતત વધારો કરી રહી છે. રેલ્વે સામાન્ય નાગરીકોને ઓછા ભાડામાં AC કોચમાં પ્રવાસ  કરવાની સુવિધા આપવા ઇચ્છે છે એના માટે રેલ્વે સ્લીપર અને જનરલ કોચને AC કોચમાં તબદિલ કરવાની યોજના બનાવી રહી છે. રેલ્વે દેશભરમાં AC  કોચની ટ્રેનો લાવવાની યોજના બનાવી રહી છે જેનાથી યાત્રીઓને ઓછા ભાડામાં અમારામદાયક પ્રવાસની સુવિધા મળશે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર અપગ્રેડ કરવામાં આવેલા સ્લીપર કોચને ઇકોનોમિકલ AC 3 -ટિયર કહેવામાં આવશે. કપૂરથલા સ્થિત રેલ્વેની કોચ ફેકટરીને સ્લીપર કોચને AC કોચમાં તબદિલ કરવાનું કામ સોપવામાં આવ્યું છે. નવા ઇકોનોમીકલ AC-3 ટિયરમાં ૭ર બર્થને બદલે ૮૩ બર્થ હશે. આ ટ્રેનોના ભાડા સસ્તા હશે. પહેલા તબકકામાં ર૩૦ કોચનું ઉત્પાદન કરવામાં આવશે.

દરેક કોચને બનાવવામાં ર.૮ થી ૩ કરોડ રૂપિયા સુધીનો અંદાજે ખર્ચથશે, જે AC 3-ટિયર બનાવવાના ખર્ચથી ૧૦ ટકા વધુ છે. વધુ બર્થ અને માગને લીધે રેલ્વેને ઇલકોનોમિકલ AC-3 ટિયરથી સારીએવી કમાણી થવાની આા છે આ સિવાય અનરિઝર્વ્ડ જનરલ કલાસના ડબ્બાને પણ ૧૦૦ સીટીના  ACકોચમાં ફેરવવામાં આવશે. આ માટેની ડિઝાઇનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

આવી યોજના પહેલા પણ

વર્ષ ર૦૦૪-૦૯ દરમ્યાન UPA-1 સરકાર દરમ્યાન ઇકોનોમિકલ AC3 -ટિયર કોચને તૈયાર કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. એસમયે ગરીબ રથ એકસપ્રેસ ટ્રેનો લોન્ચ થઇ હતી, જેને AC ઇકોનોમી કલાસ કહેવામાં આવ્યા જો કે યાત્રીઓએ આ પ્રવાસ દરમ્યાન મુશ્કેલી થતી હોવાની વાત કહી હતી અને ટ્રેનોમાં  ભીડની સ્થિતિ ઉભી થવા લાગી હતી. ત્યારબાદ આ પ્રકારના કોચનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.

(3:18 pm IST)